Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

મેંદરડાના ઝીંઝુડાની સીમમાં જુગાર રમતા સાત શખ્સોની ધરપકડ

રોકડ સહિત રૂ.૧ લાખથી વધુનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી) જુનાગઢ તા.રર : મેંદરડાના ઝીંઝુડાની સીમમાં જુગાર રમતા સાત શખ્સોને રૂ.૧ લાખની વધુના મુદામાલ સાથે પકડી પાડતા જુગારી આલમમાં હલચલ મચી ગઇ હતી.

મેંદરડા તાલુકાના ઝીંઝુડા ગામની રાતડીયા પટ  સીમમાં  જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા કોન્સ્ટેબલ કરણસિંહ  વગેરેએ દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે ઝીંઝુડાના બદરૂદીન સદરૂભાઇ સમનાણી, નુરદીન સાવદીનભાઇ કોટડીયા, નાદીર અબ્દુલભાઇ કોટડીયા, દેવજી સોમાભાઇ પરમાર, ઝુલ્ફીકાર હસનભાઇ ડોલાણી, કેશુભાઇ ભુરાભાઇ પરમાર અને મેંદરડાના અમીરખા હસનખા પઠાણને રૂ.૧૦,૬ર૦ની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ ૭ મોબાઇલ ફોન અને ૪ મોટર સાયકલ સહિત કુલ રૂ.૧,૦૬,૬ર૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(12:56 pm IST)