Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સગીરને ૭ બોટલ દારૂ વેંચનાર, પાંચ માસથી ફરાર જુનાગઢનો દિલીપ કોળી અંતે ઝડપાઇ ગયો

જુનાગઢ, તા. રર : ગઇ તા. ૧૯.૦૧.૨૦૨૧ ના રોજ ગણેશનગર માંથી ફરીવાર એક સગીર વયના બાળકને ઇગ્લીશ દારૂની બોટલ નંગ–૭ સાથે પકડી પાડેલ અને આ પકડેલ ઇગ્લીશ દારૂ નાસતા ફરતા આરોપી દીલીપભાઇ રણછોડભાઇ કોળી રહે. ગણેશનગર, જૂનાગઢએ જ  આપેલ હોવાનુ તપાસ દરમ્યાન ફરીથી ખુલવા પામેલ હતુ. આમ, આરોપી દીલીપભાઇ રણછોડભાઇ કોળી રહે. ગણેશનગર, ગીરનાર દરવાજા, જૂનાગઢ, વિદેશી દારૂના બે ગુન્હાઓમાં વોન્ટેડ નાસતો ફરર્તોં હતો.

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી -દીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના  ઇંચા. પીઆઇ વી.કે.ઉજીયા, પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્ટાફ હે.કો. સમીરભાઈ રાઠોડ, મોહસીનભાઇ અબડા તથા પો.કો. જીલુભાઈ, વિક્રમભાઈ, વનરાજસિંહ, વિક્રમસિંહ, સહિતના પોલીસ સ્ટાફની ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવાની ખાસ ઝૂંબેશના ભાગરૂપે પ્રોહીબિશનના બે ગુન્હામાં વોન્ટેડ નાસતો ફરતો આરોપી દીલીપભાઇ રણછોડભાઇ કોળી રહે. ગણેશનગર, ગીરનાર દરવાજા, જૂનાગઢ હાલ ગીરનાર દરવાજા પાસે હોવાની બાતમી આધારે,  આરોપી દીલીપભાઇ રણછોડભાઇ કોળી રહે. ગણેશનગર, ગીરનાર દરવાજા, જૂનાગઢની ગીરનાર દરવાજા પાસેથી પકડી પાડી, ધરપકર્ડં કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી દીલીપભાઇ રણછોડભાઇ કોળી રહે. ગણેશનગર, ગીરનાર દરવાજા, જૂનાગઢ, છેલ્લા પાચેક માસથી ભારતીય બનાવટના વિદેશી દારૂના એક ગુન્હામાં નાસતો ફરતો/વોન્ટેડ હતો અને જૂનાગઢ પોલીસ દ્વારા કોર્ટમાંથી વોરંટ પણ મેળવવામાં આવેલ હતું. જેના વિરુદ્ધ તાજેતરમાં પણ ભારતીય બનાવટના વિદેશી દારૂનો બીજો ગુન્હો પણ દાખલ થતા, બંને ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા પકડાયેલ આરોપી ભૂતકાળમાં કોઈ ગુન્હામાં સંડોવાયેલ છે કે કેમ..? કોઈ ગુન્હામાં વોન્ટેડ છે કે કેમ..? આ પહેલા કેટલી વાર ભારતીય બનાવટનો વિદેશી દારૂ સપ્લાય કરવામાં આવેલ છે. વિગેરે મુદાઓ સબબ પુછપરછ હાથ ધરી, એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇંચા.પો.ઇન્સ. વી.કે.ઉજીયા, પીએસઆઇ જે.એચ.કછોટ તથા સ્ટાફ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

(11:38 am IST)