Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

ચોટીલા વિસ્તારમાંથી મળેલ મૃત બગલાઓના સેમ્પલ પુના મોકલાયા

ગામ લોકોને ખોટો ભય ન રાખવા વન વિભાગનો અનુરોધ

વઢવાણ તા. રરઃ સુરેન્દ્રનગર નાયબ વન સંરક્ષકશ્રીની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગઇકાલે ચોટીલાના ગાંધીબાગ વિસ્તારમાં બગલાઓ મૃત હાલતમાં પડેલ છે, તેવી વન વિભાગને જાણ થતા વન વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળ પર પહોંચી મૃત બગલાઓનો કબજો મેળવી પશુપાલન વિભાગના ડોકટર પાસે આ મૃત બગલાઓનું પોસ્ટમોર્ટમ કરાવેલ છે.

વધુમાં ગઇકાલે આ સ્થળે કુલ ચાર બગલાઓના મૃતદેહ મળી આવેલ હતા અને આજે આજ સ્થળે એક બગલાનું મૃત્યુ થયેલ છે. આમ, સમગ્ર ઘટનામાં કુલ પાંચ બગલાના મૃત્યુ થયેલ છે હાલમાં બર્ડફલુની પરિસ્થિતિને ધ્યાને લઇ જરૂરી સેમ્પલ પુના ખાતે મોકલી દેવામાં આવ્યા છે. પુનાથી આ અંગેનો વિગતવાર રીપોર્ટ મળ્યેથી વધુ જાણકારી મળી શકે તેમ છે. ઉપરાંત હાલમાં પી.એમ. રીપોર્ટ પરથી બગલાના મૃત્યુનું કારણ ફુડ પોઇઝનીંગ હોય તેવું પ્રાથમિક તારણ જણાય છે તેમજ ગામ લોકોન ખોટો ભય ન રાખવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે.

(11:32 am IST)