Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

નલીયા સિવાય તમામ શહેરોમાં ઠંડીનો પારો ૧ર ડીગ્રી ઉપર : કાલે ઝાકળની સંભાવના

નલીયા ૭.૬, ડીસા ૧ર.૪, ભુજ ૧ર.૬, કંડલા ૧૩.૧, ગાંધીનગર ૧૩.ર

રાજકોટ, તા. રર : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડીમાં ઘટાડો જોવા મળે છે. વ્હેલી સવારે અને રાત્રીના સમયે ઠંડીના ચમકારા અનુભવાય છે. જયારે દિવસના ગરમીનો અનુભવ થાય છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના લગભગ શહેરોમાં (નલીયા સિવાય) ઠંડીનો પારો ૧ર ડીગ્રી ઉપર પહોંચી ગયો છે.

એકમાત્ર નલીયામાં ૭.૬ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયેલ છે. જયારે અન્ય સેન્ટરોમાં પારો સડસડાટ વધી ગયો છે. રાજકોટ શહેરમાં આજે સવારે ૧૪.૭ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયેલ. શહેરમાં પણ સવારે અને રાત્રીના ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જયારે દિવસે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ઠંડીમાં વધારો-ઘટાડો જોવા મળશે જોકે જોરદાર ઠંડી નહિ પડે પણ પારો નોર્મલ આસપાસ રહેશે. આવતીકાલે અને બુધવારે સૌરાષ્ટ્ર-કચ્છમાં ઝાકળની શકયતા છે. (૮.૯)

કયા કેટલી ઠંડી

 

નલીયા

૭.૬

ડીસા

૧ર.૪

રાજકોટ

૧૪.૭

ભુજ

૧ર.૬

કંડલા

૧૪.૦

ગાંધીનગર

૧૩.ર

દીવ

૧ર.૮

વલસાડ

૧૪.૬

(4:10 pm IST)