Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર પદ્માવતનો વિરોધઃવિરપુર સજ્જડ બંધ, સુરેન્દ્રનગરમાં ચક્કાજામ

સતી પદ્માવતીનાં ઇતિહાસ સાથે ચેડા સમાન ફિલ્મ રીલીઝ નહિ થવા દેવા રાજપૂત સમાજ મક્કમ : જુનાગઢ, અમરેલી, જેતપુરમાં ફિલ્મ પ્રદર્શીત નહી થાયઃ જામકંડોરણામાં ટાયરો સળગાવાયા

'પદ્માવત' ફિલ્મના વિરોધમાં વિરપુર સજ્જડ બંધ રહયું હતું. તે તથા જામકંડોરણામાં ટાયરો સળગાવાયા હતા તે નજરે પડે છે. તથા સુરેન્દ્રનગરમાં ચક્કાજામ થયો હતો તે નજરે પડે છે.

રાજકોટ, તા., રરઃ રાણી પદ્માવતી ઉપર આધારીત હિન્દી ફિલ્મ 'પદ્માવત'ના રીલીઝ સામે સૌરાષ્ટ્રભરમાં ક્ષત્રીય સમાજ દ્વારા રાતથી ઠેર-ઠેર ચક્કાજામ, બંધના એલાન સહીતનું વિરોધ પ્રદર્શન થયું હતું. જેના અહેવાલોનું સંકલન આ મુજબ છે.

જામકંડોરણામાં ટાયરો સળગાવ્યાઃ ૩૪ સાથે ગુન્હો નોંધાયો

ધોરાજીઃ જામકંડોરણા રાજપુત યુવક મંડળ દ્વારા રસ્તાોમાં ટાયરો અને બાવળના ઝાડના લાકડા અને સાઠીયુ રાખી આગ ચાપવાના બનાવમાં જામકંડોરણાના પ્રોબેશન પીએસઆઇ આર.એલ.ગોહીલે ફરીયાદી બની ફરીયાદ કરતા પોલીસે આઇપીસી કલમ, ૧૪૩/૩૪૧/૩૪૨ અને ૧૨૦/બી મુજબનો ગુનો દાખલ કરી કુલ ૫૦ જેટલા લોકો વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે જેમાં રાજપુત યુવા પ્રમુખ પ્રદ્યુમનસીહ જાડેજા રહે. મેખાવડ, (૨)અશોકસીહ નરવીરસિંહ જાડેજા રહે થોરડી (૩) ક્રિપાલસીહ એ.જાડેજા રહે. જામકંડોરણા, (૪) ક્રિપાલસીહ એસ જાડેજા રહે પીપરડી (૫) અનુભા ગોહીલ રહે.જામકંડોરણા (૬) અનીરાજસીંહ-જાડેજા રહે મેઘાવડ (૭) ગુમાનસીહ ભીખુભા ચુડાસમા રહે જામકંડોરણા (૮)હરપાલસિંહ જાડેજા ચરેલ (૯)અજયસીંહ જાડેજા રહે.જામકંડોરણા (૧૦)સુભાશસીહ જાડેજા (૧૧) રાજેન્દ્રસીહં મનુભા જાડેજા રહે સાતોહળ (૧૨) ગીરીરાજસિંહ વાળા રહે.વાવડી (૧૩) દિગુભા મયુરસીંહ જાડેજા વાવડી (૧૪) દિગ્વીજયસીંહ બી.જાડેજા રહે સાતોદળ (૧૫) રાજભા જાડેજા રીક્ષા વાળા સાતુદળ (૧૬) યોગીરાજસીહં જાડેજા મેઘાવડ સહીત અન્ય ૩૪ જણા વિરૂધ્ધ પોલીસ ફરીયાદ થઇ છે.

ખંભાળિયામાં ચક્કા જામ

ખંભાળીયાઃ આર.ટી.ઓ કચેરી નજીક ફીલ્મ પધ્માવતીના વીરોધમાં ટોળા સ્વરૂપે ભેગા થઇ સુત્રોચાર કર્યા હતા. ટાયરો સળગાવી વાહન વ્હેવાર અટકાવી રોડ ચક્કાજામ કર્યો હતો. જેની તપાસ કરતા આ ટોળાએ કોઇપણ જાતની સક્ષમ અધીકારીની પરવાનગી લીધા વગર આ કાર્યક્રમ કરતા પોલીસએ કર્ણીસેના પ્રમુખ કેસરીસીંહ જાડેજા (૨)ઇન્દ્રજીતસીંહ પરમાર (૩) ગીરીરાજસીંહ જાડેજા (રાજપુત સમાજ પ્રમુખ) તથા આશરે ૧૫૦ થી ૨૦ માણસોનું ટોળા વીરૂધ્ધ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી આગળની તપાસ પી.એસ.આઇ. મકવાણા એ હાથ દરતા આ મુદદે ખંભાળીયા શહેર તથા દ્વારકા જીલ્લામાં ભારે હડકમ મચી જવા પામ્યો છે.

ગોંડલ

પદ્માવતી ફિલ્મના રિલીઝ થતા કરણી સેના દ્વારા તારીખ ૨૫ ભારત બંધના અપાયેલા એલાનને અનુલક્ષીને ગત શુક્રવારનાં રાત્રે રાજપૂત સમાજ ભવન ખાતે મીટીંગનુ આયોજન કરાયું હતું જેમાં ક્ષત્રિય સમાજ ઉપરાંત શહેરના અન્ય જ્ઞાતિ સંગઠનો અને સંસ્થાઓ હાજર રહી હતી મીટિંગમાં આ વિરોધના મુદ્દા શાંતિપૂર્ણ ચર્ચાયા બાદ વિખેરાયા હતા દરમિયાન મોડી રાત્રે આશાપુરા ચોકડી ઉપર ટાયર સળગાવવાની ઘટના બની હતી. બનાવના પગલે પોલીસ અને ફાયરબ્રિગેડ દોડી જઈ આગ ઓલવી ટાયરો દૂર કર્યા હતા પોલીસ તંત્રમાં બનાવના દ્યેરા પડદ્યા પડ્યા હોય તેમ બનાવ અંગે જવાબદાર ઠેરવી પીઆઇ ભટ્ટની તત્કાલ બદલી કરી નાખવામાં આવી હતી, પીઆઇ ભટ્ટની એકાએક બદલી કરતા ગોંડલ સમસ્ત બ્રહ્મસમાજ રોષે ભરાયો હતો, રાષ્ટ્રપતિ ગોંડલ આવવાના હોય તેના બંદોબસ્તમાં વ્યસ્ત પીઆઇ ભટ્ટને શામાટે તગેડી મૂકયા શુક્રવારની ઘટનામાં માત્ર ટાયર સળગાવાયા હોય કે અન્ય નુકસાન ન હોય પીઆઇને જવાબદાર ઠેરવવા કેટલા વ્યાજબી તેવો સવાલ ઉઠાવી બ્રહ્મસમાજના પ્રમુખ જીતેન્દ્ર આચાર્યએ આક્રોશ વ્યકત કરતા જણાવ્યું હતું કે પી.આઈ ભટ્ટ શહેરમાં કડક અધિકારીની છાપ ધરાવે છે ટ્રાફિક તે લઈ ગુનાખોરી અંગે તેમના દ્વારા શહેરીજનો અને સંસ્થાઓને સાથે રાખી ઝુંબેશ શરૂ કરાય છે.અને તેઓ સફળ પણ રહ્યા છે ત્યારે ટાયર સળગાવવા જેવી ઘટનામાં તેઓની બદલી કરવી હળાહળ અન્યાય છે . અનેક આંદોલનમાં આગજની કે વધુ ઉગ્ર બનાવો બન્યા છે જેના કોઈ પોલીસ અધિકારી સામે પગલાં લેવાયા નથી માત્ર ભટ્ટ ને શા માટે નિશાન બનાવાયા તો તેઓની બદલી બંધ નહીં રખાય તો સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આવેદનપત્ર આપી ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરવા બ્રહ્મસમાજ દ્વારા ચીમકી અપાઇ છે.

મીટીંગ મળી

દરમિયાન આ કિસ્સામાં ક્ષત્રિયસમાજ અને પોલીસ વચ્ચે બેઠક યોજાયેલ. જેમાં તટસ્થ તપાસની ખાત્રી અપાઇ હતી.

નોંધનીય છે કે અત્રેના નેશનલ હાઈવે આસાપુરા ચોકડી ઉપર ફિલ્મનો વિરોધ દર્શાવી રાત્રે ટાયરો સળગાવી રોડ ઉપર દહેશતનો માહોલ સર્જાતા પોલીસ ફાયર ફાયટર દોડી આવતાં ટાયર સળગાવનાર ટોળું છૂટવા પામ્યું હતું પોલીસે ધર્મેન્દ્રસિંહ સજુભા જાડેજા, રાજેન્દ્રસિંહ ચંદુભા જાડેજા, રુશીરાજસિંહ વજુભા જાડેજા , સહદેવસિહ ભરુડી, તથા કાળુભા વેકરી ઉપરાંત અન્ય અજાણ્યા ૨૫ થી ૩૦ લોકો સામે ગુનો દાખલ કરી તપાસ પીએસઆઈ રાદડિયાએ હાથ ધરી છે.

(3:43 pm IST)