Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

જસદણઃ ભરણ પોષણની રકમ નહિ ચુકવતા પતિને ૨૫૦ દિવસની સજા

જસદણ તા.૨૨: ભરણ પોષણની રકમ ન ચુકવવા બદલ પતિદેવને ૨૫૦ દિવસની સજા ફટકારી કોર્ટે જેલ હવાલે કરેલ હતો.

અત્રેની એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ સા.શ્રી એસ.જી.ચાસુની કોર્ટમાં ચાલતી ભરણ પોષણની અરજીના અરજદાર લાભુબેન કાળુભાઇ વાળાએ તેમના પતિ સામે ૮૫૦૦૦ ચડત ભરણ પોષણની અરજી દાખલ કરેલ હતી. જેમાં ચડત ભરણ પોષણની રકમ ચુકવવા માટે પતિ દ્વારા ઘણી  મુદતો માંગવામાં આવેલ હતી.

આ કામે અરજદારના એડવોકેટ એન.ડી. રાઠોડ દ્વારા પતિને જેલમાં બેસાડવા માટે તથા સખત સજા કરવા માટે દલીલો કરી હતી.

આ કામે અરજદારના એડવોકેટ શ્રી એન.ડી.રાઠોડની દલીલો સાથે સંમત થઇ જસદણના એડી.જે.એમ.એફ.સી. શ્રી દિપેશ મીતલે આ કામના સામાવાળા અને અરજદાર ના પતિ કાળુભાઇ સામતભાઇને ભરણ પોષણની રકમ ચુકવવામાં કરેલ કસુર બદલ બાકી રહેતી રકમ રૂપિયા ૮૫૦૦૦ હજાર બદલ કુલ ૨૫૦ દિવસ બસો પચાસ દિવસની કેદની સજા ફટકારેલ છે.

દરમ્યાન સામાવાળા ભરણ પોષણની બાકી રહેતી રકમ પૈકી રકમ સામાવાળા અરજદારને ચુકવી આપે તો તેટલી કેદની સજા મજરે આપવી. જે હુકમ ફરમાવી સામાવાળા કાળુ સામતને ૨૫૦ દિવસની સજા ભોગવવા સબ જેલા ગોંડલ, જિલ્લો રાજકોટ મોકલી આપવામાં આવેલ છે.

આ કામે અરજદારના એડવોકેટ તરીકે એન.ડી.રાઠોડ તથા વિજય પરમાર તથા મનુભાઇ દાફડા તથા નરેન્દ્ર બાવળીયા રોકાયા હતા.(૧.૭) 

(12:47 pm IST)