Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

લીંબડી હાઇવે પર ત્રિપલ અકસ્માતઃ ૧નું મોત ૧૧ને ઇજા

 વઢવાણ તા. રર :.. લીંબડી - વઢવાણ હાઇવે પર અવાર - નવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે. ત્યારે આજે આ હાઇવે - ત્રિપલ અકસ્માતથી વધુ એક વખત ગોઝારો બન્યો હતો. કેમ કે આ  ઘટનામાં ૧ નું મોત અને ૧૧ ને ઇજા પહોંચી હતી.

બનાવની વિગતમુજબ લીંબડી - અમદાવાદ હાઇવે ઉપર અવાર નવાર રોજના નાના મોટા ત્રણ થી ચાર અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે લીંબડી - અમદાવાદ હાઇવે ઉપર ધોળકા ચોકડી પાસે ત્રિપલ  અકસ્માત કાર આઇસર લોરીઆઇસર ના ડ્રાઇવરનું સ્ટેરીંગ પરનું કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

જેમાં ઘટના સ્થળે એક વ્યકિતનું કમકમાટી ભર્યુ મોત નિપજયું હતું. અને બે મહિલા સહિત અન્ય અગ્યાર લોકોને ગંભીર ઇજા પહોંચી હતી ત્યારે બગોદરા ૧૦૮ દ્વારા તાત્કાલીક તમામ ઇજા ગ્રસ્તોને બગોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. (પ-૧૭)

(12:45 pm IST)