News of Monday, 22nd January 2018

જુનાગઢનાં ઐતિહાસીક આઝાદ ચોકમાં રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બાળા પાસે ધ્વજવંદન કરાવશે

જુનાગઢ તા.૨૨ : મધુર સોશ્યલ ગ્રુપ રાષ્ટ્રીય ત્યોહારોની વિશિષ્ટ ઉજવણી માટે જાણીતી છે. પ્રજાસત્તાક પર્વ ૨૬મી જાન્યુઆરીએ આઝાદચોકમાં પ્રથમવારે ધ્વજ વંદનનો કાર્યક્રમ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દીકરીનાં હસ્તે ૨૬મી જાન્યુઆરી સવારે ૯:૩૦ કલાકે ધ્વજવંદન કરવામાં આવશે. શબાબેન પટેલને સ્વચ્છતા અભિયાન નિબંધ લેખનમાં રાષ્ટ્રપતિનાં હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મધુર સોશ્યલ ગ્રુપનાં ધ્વજવંદન કાર્યક્રમમાં શબા પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સ્વચ્છતા અભિયાનને ખરા અર્થમાં સાર્થક કરવામાં પાયાના પથ્થરની ભૂમિકામાં રહેતા સફાઇ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે.(૨૩.૨)

(10:56 am IST)
  • મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ભડકોઃ રૂ. ૮૨ને પારઃ પેટ્રોલ રૂ.૮૨ અને ડિઝલ રૂ.૬૭ પાર : પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવવાનો સરકારનો પ્રયાસ access_time 2:15 pm IST

  • શ્રદ્ધાળુઓ માટે ૩૦ એપ્રીલથી ખુલશે બદ્રીનાથ મંદિરના કપાટ access_time 6:02 pm IST

  • રાજકોટના માલિયાસણ પાસે સરકારી બસમાં થઇ તોડફોડ : અજ્ઞાત લોકોએ કાચ ફોડયા : બસના ડ્રાઇવર અને કંડકટર પહોંચ્યા કુવાડવા પોલીસ સ્ટેશન access_time 1:28 am IST