Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

ચોટીલામાં ‘‘ભારત ગૌરવ’’યાત્રા યોજાઇ

(હેમલ શાહ) ચોટીલા તા.૨૨: ચોટીલા ખાતે ભારત ગૌરવસાયકલ યાત્રા યોજાઇ હતી. નવી પેઢીને દેશપ્રેમ, એકતા અને અંખડતા, ભાઇચારો, સમાનતા, સ્વચ્છકતા,વ્યસનમુક્તિની પ્રેરણા મળે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઇ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા આ અનોખી સાયકલ યાત્રાનું આયોજન થયું હતું. ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળથી શરૂ થયેલી સાયકલ યાત્રા ચોટીલાના મુખ્ય માર્ગોથી પસાર થઇ હતી જેમાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, કુસુમબેન મેઘાણી, મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, ચોટીલા પીએસઆઇ ચંદ્રકાંત માઢક, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), અરૂણાચલથી ઓખાની ૯૦૦૦ કિ.મી.ની સાયકલ યાત્રાના રાજેશ ભાતેલીયા (રાજકોટ), વિજય ભારતીય (અમદાવાદ), દેવેન્દ્ર ખાચર (સણોસરા-ચોટીલા), વંદના ગોરસિયા (ખંભાળીયા), નયના પાઠક રાજકોટ આર્કિટેક્ટ ઇલ્યાસ પાનવાલા, વિકાસ ગર્લ્સ સ્કૂલ-સુરેન્દ્રનગરના આચાર્યા હર્ષદબા જાડેજા, સુરેન્દ્રનગર સરકારી શાળા નં.૪ના આચાર્ય કિરતારસિંહ પરમાર, ભરતસિંહ ચુડાસમા, યુવરાજસિંહ જાડેજા, ફાલ્ગુનભાઇ ઉપાધ્યાય, વાલજીભાઇ પિત્રોડા, વિનોદભાઇ મિસ્ત્રી, અશોકભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્ના હતા. રાજકોટથી ભાગ લેવા આવેલ સવા વર્ષના બાળક સૌર્યન પંકિલભાઇ પઢારિયાએ ભારે કુતુહલ જગાવ્યું હતું.

સમગ્ર યાત્રા દરમિયાન લોકગાયક અભેસિંહ રાઠોડના કંઠમાં મેઘાણી-ગીતો ગુંજ્યા હતા. દરેક સાયકલની આગળ ઝવેરચંદ મેઘાણીનો પ્રેરક પંક્તિઓના બોર્ડ લગાડવામાં આવ્યા હતા.

ભારત જાડો સાયકલ યાત્રાના સાયકલ-રાજેશ ભાતેલીયા, વિજય ભારતીય, દેવેન્દ્ર ખાચર, વંદના ગોરસિયા અને નયના પાઠકનું સન્માન-પત્ર, શાલ અને પુસ્તકો આપીને ભાવભર્યુ અભિવાદન કરાયું હતું.

સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી (આઇપીએસ), નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) પ્રદીપસિંહ જાડેજા, ચોટીલા ઇન્ચાર્જ પીઆઇ ડામોર, પીએસઆઇ ચંદ્રકાંત માઢકના માર્ગદર્શનથી સુરક્ષા સેતુ સોસાયટી-સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ સહિતના સંસ્થાઓ યાત્રામાં જાડાયુ હતુ.(૧.૩)

 

(10:55 am IST)
  • મુંબઈમાં પેટ્રોલના ભાવમાં ભડકોઃ રૂ. ૮૨ને પારઃ પેટ્રોલ રૂ.૮૨ અને ડિઝલ રૂ.૬૭ પાર : પેટ્રોલ-ડિઝલને જીએસટીમાં સમાવવાનો સરકારનો પ્રયાસ access_time 2:15 pm IST

  • ગઇકાલે સુરતમાં થયેલ પદમાવતના વિરોધ પ્રદર્શન અંગે આજે ૨૩ લોકોની કરી ધરપકડ :૫ કેસ દાખલ કરાયાઃ પોલીસ હિંસા સહન નહિ કરે : અશાંતિ ફેલાવનારા સામે કડક કાર્યવાહી થશેઃ મુખ્ય સ્થળોએ બંદોબસ્ત ગોઠવી દેવાયો છેઃ પોલીસે સમગ્ર સ્થિતિ ઉપર કાબુ મેળવી લીધોઃ પોલીસ કમિશ્નર સતિષ વર્માની પ્રેસ કોન્ફરન્સ access_time 3:27 pm IST

  • 'પદ્માવત' સંઘર્ષ સમિતિની રચનાઃ પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ જાડેજા : ગઈકાલે ગરાસીયા બોર્ડીંગ ખાતે મળેલી સર્વ જ્ઞાતિની બેઠકમાં લોકશાહી ઢબે લડતનો નિર્ધાર access_time 3:24 pm IST