Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

આમરણથી ભાદરા પાટિયા ૩૦ કિ.મી. રોડ સદંતર બિસ્મારઃ તંત્ર દાદ આપતુ નથી

આમરણ, તા. ૨૧ :. અત્રેથી પસાર થતા જામનગર-કંડલા(કચ્છ) કોસ્ટલ હાઈવે પરનો આમરણથી ભાદરા (પાટિયા) સુધીનો ૩૦ કિ.મી. માર્ગ છેલ્લા બે વર્ષ થયા સદંતર બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયેલ છે.

જામનગર-કચ્છ વચ્ચેના આ ટૂંકા અંતરના દરીયાઈ કાંઠાળ માર્ગના નવિનીકરણ બાબતે સરકારશ્રીમાં તેમજ પી.ડબલ્યુ.ડી.ના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ વારંવારની રજૂઆતો છતા ધ્યાન અપાતુ નહિં હોવાથી પ્રજા અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. એકંદર જાવામા આવે તો જાડિયા તાલુકાના ગામોમાંથી પસાર થઈ મોરબી તાલુકાના આમરણ સુધી પહોîચતા આ માર્ગનું પરિવહન સુખ છેલ્લા ત્રણ દાયકા થયા કદી એકધારૂ જનતાને જાવા જ નથી મળ્યું. ગત વિધાનસભા ચૂંટણીના દિવસોમાં પ્રજાના રોષને ડામવા માટી કામથી નજીવું થાગડથીગડ કરાયુ હતું, પરંતુ ચૂંટણી પુરી થતા જ તેનુ નામોનિશાન રહ્ના નથી.

માર્ગ અસંખ્ય નાના મોટા ગાબડાઓ સાથે ધૂળિયો માર્ગ બની ગયો છે. આ માર્ગને પસાર કરતા ટ્રક-ટેન્કર અને અન્ય વાહનચાલકોને નાકે દમ આવી જાય છે. અવારનવાર અકસ્માતોની હારમાળાઓ પણ સર્જાતી રહે છે. રાજકીય નેતાઓ અને અધિકારીઓ પણ પસાર થાય છે પણ કોઈ પ્રજાકીય પ્રશ્ને ગંભીર જણાતુ નથી.

આ માર્ગ પર આમરણ ખાતે હનુમાનજીની દેરી પાસેની ગોલાઈમાં આવેલુ નાલુ તેમજ વગડેશ્વર મંદિર પાસેનુ નાલુ છેલ્લા ચાર માસ થયા જમીનદોસ્ત થયેલ છે, પરંતુ આજ દિવસ સુધી બન્ને નાલાના બાંધકામની કોઈ ગતિવિધિ જાવા મળતી નથી. આમરણ ચોવીસી પંથકના ધણીધોરી વિનાના આ ધોરી માર્ગનું કોઈ ધણી છે ખરૂ ? તેવો સવાલ જનતા પૂછી રહી છે.(૨-૨૩)

(10:54 am IST)