Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

વેરાવળ-જુનાગઢ રોડ ઉપર ટ્રકમાંથી ૯૩ હજારનો ઇંગ્લીશ દારૂ ઝડપાયોઃ ર૪ લાખનો મુદામાલ જપ્ત

એલસીબીની ટીમનો સપાટોઃ બે પકડાયા, બુટલેગર વિજય ચૌહાણ ફરાર

કોડીનાર તા. રર :.. ગીર સોમનાથ એલસીબી પોલીસ ટીમે ગઇકાલે વેરાવળ - જૂનાગઢ હાઇવે ઉપર દારૂ ભરેલા ટ્રક સાથે બે શખ્સોને પકડી પાડયા હતાં. જયારે  કોડીનારનો બુટલેગર એલસીબીને ચકમી આપી ફરાર થઇ ગયો હતો.

 

ગીર સોમનાથ એલસીબીને ગઇકાલે રાત્રીનાં પેટ્રોલીંગ દરમિયાન ખાનગી બાતમી મળતાં વેરાવળ-જુનાગઢ રોડ ઉપર આવેલ હોટલ  પાસે ટ્રક નં. જીજે ૧૪ યુવી ૧પ૮પ ને રોકી તલાસી લેતા ટ્રકમાંથી ઇગ્લીશ દારૂની પેટી નં. ૩૮૭ બોટલ નંગ ૧૮પ૭૬ કિ. રૂ. ૯ર૮૮૦૦ ની દારૂનાં જથ્થા સાથે ટ્રક કિ. રૂ. ૧પ લાખ મળી કુલ રૂ. ર૪,ર૯૮૦ ના મુદામાલ સાથે અફજલ હુસેન કુરેશી અને ઇબ્રાહીમ મહંમદ રહે. બને જામનગરને પકડી પાડયા હતાં.  જયારે કોડીનારનો બુટલેગર વિજય ચૌહાણ મુદામાલ મંગાવી પોલીસની રેઇડ દરમિયાન નાસી છૂટયો હતો.

એલસીબી ગીરસોમનાથ આ અંગે પ્રભાસ પાટણ  પોલીસમાં ફરીયાદ નોંધી કોડીનારનાં બુટલેગર વિજય ચૌહાણને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. (પ-૭)

(10:23 am IST)