Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

સુરેન્દ્રનગર જીલ્લાના રણમાં નર્મદાનું પાણી બંધ ન થાય તો ગાંધીનગર કૂચ

વઢવાણ તા.ર૧ : ધ્રાંગધ્રા પાસે આવેલા રણ વિસ્તારના નર્મદા કેનાલનું પાણી આવી જતા અગર નષ્ટ થઇ ગયા છે ત્યારે અગરિયાઓની રોજીરોટી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે તંત્ર દ્વારા અગરિયાના પ્રતિનિધિ સાથે બેઠક યોજી નર્મદા કેનાલનું પાણી રણ વિસ્તારમાં ન આવે તો મોટી કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી પણ ઠગારી નીકળતા વિસ્તારના આગેવાનો દ્વારા બે દિવસમાં રણમાં પાણી આવતુ બંધ નહિ થાય તો અગરિયાઓ સાથે ગાંધનગર ખાતે કુચ કરી ધરણા યોજવાની ચીમકી આપી છે.

આ અંગે કુડા ગામના અગ્રણી અને ધ્રાંગધ્રા તાલુકા ઠાકોર સેનાના પ્રમુખ ચકુજી ઠાકોર અને દલબાપુએ જણાવ્યુ કે, મીઠા પકાવાનો ધંધો આ વિસ્તારના લોકોની રોજીરોટી છે ત્યારે નર્મદાનું પાણી રણ વિસ્તારમાં આવતા જમીન ઉદ્યોગને નુકસાન થતા અગરિયાઓના પ્રતિનિધિઓ સાથે યોજવામાં આવેલ. બેઠકમાં નર્મદા કેનાલનું પાણી રણ વિસ્તારમાં નહી આવે તેવી ખાતરી આપ્યા બાદ પાણી ચાલુ રહેતા અગરિયાની રોજીરોટી છીનવાઇ ગઇ છે ત્યારે પાણી બંધ નહી થાય તો ધરણાની ચીમકી આપી છે.

(3:34 pm IST)