Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પોરબંદરમાં પોલીસની બોલેરો રીક્ષા અને બાઇક સાથે અથડાઇઃ ૧ને ઇજા

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ર૧: રાત્રીના ખારવાવાડ વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગની બોલેરો છકડો રીક્ષા સાથે અથડાયા બાદ એક બાઇક સાથે અથડાઇ જતા બાઇક ચાલકને ઇજા થઇ હતી.

ગઇકાલે રાત્રે ખારવાવાડમાં પોલીસ પેટ્રોલીંગની બોલેરો (જીજે-રપ જી-૦૭રર) રોડ ઉપર છકડો રીક્ષા અને બાઇક સાથે અથડાઇ જતા વાહનોને નુકશાન થયું છે. સાઇડમાં મંદિરની દિવાલને પણ અકસ્માતથી નુકશાન થયું છે. અકસ્માતમાં બાઇક સ્વારને ઇજા થઇ હતી. આ બાબતે સંબંધીત પોલીસ સ્ટેશનમાં પુછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

(12:50 pm IST)