Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

જોડીયામાં તાલુકા ભાજપના હોદ્દેદારોની મીટીંગ યોજાઇ

ભાજપમાં જોડાયેલા સભ્યોનું સન્માન કરાયું

(રમેશ ટાંક દ્વારા) જોડીયા તા.૨૧ : માર્કેટીંગ યાર્ડ જોડીયા ખાતે જોડીયા તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો તેમજ આગેવાનોની મીટીંગ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસ પક્ષના સંનિષ્ઠ આગેવાનો કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા જેમને ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલે પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. જે આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે તેમાં વસંતભાઇ ગોધાણી સદસ્યા તા.પં. જોડીયા અને તેમની કાર્યકરોની ટીમ બાદનપર ગામના પાસના કન્વીનર પ્રકાશભાઇ ભીમાણી તેમજ કોઠારીયા ગામના સરપંચ, માજી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ આ બધા આગેવાનોનું ભાજપમાં પાર્ટીમાં સ્વાગત કરાયુ હતુ.

આ પ્રસંગે ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ, રસિકભાઇ ભંડેરી, ચેરમેન માર્કેટીંગ યાર્ડ ધ્રોલ, ધરમશીભાઇ ચનીયારા ચેરમેન શ્રી માર્કેટીંગ યાર્ડ જોડીયા, ભરતભાઇ દલસાણીયા, પ્રમુખ શ્રીતાલુકા ભાજપ જોડીયા, જેઠાલાલ અઘેરા, જયસુખભાઇ પરમાર, ચિરાગભાઇ વાંક, અરવિંદભાઇ ટાંક તેમજ પાર્ટીના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

(11:21 am IST)