Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સગીર યુવતીને ભગાડી જનાર યુવકના જામીન મંજુર કરતી પોરબંદર સેસન્સ કોર્ટ

પોરબંદર : રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સગીર યુવતીને ભગાડી જવાના કિસ્સા માં પ્રેમી યુવાનને પોરબંદર સેસન્સ કોર્ટે જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે. કેસની વિગત મુજબ ૧૫ વર્ષ અને પ મહીના ની સગીરા કાંઈપણ વિર્ચાયા વગર કુતિયાણા ના રહેવાસી કમલેશ બાબુભાઈ મોરી સાથે ભાગી જતા તે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં બળાત્કાર તથા સગીર છોકરીને લલચાવી ફોસલાવી ભગાડી જવા અન્વયે ફરીયાદ દાખલ થયેલી હતી.  જેલમાંથી જ તેમના એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી મારફતે પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા દલીલમાં જણાવેલ કે, જેલમાં જનાર યુવાન સાવ નાની ઉમરનો છે. અને પ્રેમમાં પડતી વખતે ઉમર નહીં પણ લાગણી જોવાતી હોય છે. અને પછી લાગણીમાં આંધરા બનીને ન કરવાનુ કરી બેસતા હોય છે. અને તેવુ જ હાલના કીસ્સામાં બનેલ છે. અત્તે ભગાડી જનાર તેમજ સગીરા બંને પ્રેમમાં હોવાનુ મોબાઈલથી વાતચીત કરતા હોવાનુ અને સગીરાએ જ પોતે ધરે એકલી છે. અને આપણે અલગ અલગ જ્ઞાતિના હોવાના કારણે ગામમાં કોઈ સાથે રહેવા નહીં દે તેવુ જણાવી સામેથી ભાગી ગયેલ હોવાનુ પોતાના પોલીસ રૂબરૂ નિવેદનમાં જણાવે છે.

ભગાડો જનાર પ્રેમીનો ઈરાદો ગુન્હો કરવાનો નહીં પરંતુ પ્રેમને નિભાવવાનો હોય અને તે રીતે જયારે લાગણીથી કોઈ કૃત્ય થયેલુ હોય ત્યારે કાયદામાં ભલે તે અપરાધ હોય પરંતુ જ્યારે તેનો ઈરાદો કોઈ ગુન્હો કરવાનો ન હોય અને પ્રેમી પણ સાવ યુવાન હોય અને ભુતકાળમાં કયારેય કોઈ ગુન્હાહીત પ્રવૃતિમાં સંડોવાયેલ ન હોય અને કાયદાની જોગવાઈ મુજબ જયારે ગુન્હો કરવાના ઈરાદે કોઈ કૃત્ય કરેલ ન હોય પરંતુ સહજતાથી કાયદાનો ભંગ થયેલો હોય ત્યારે તેવા કીસ્સામાં નામદાર કોર્ટ દ્રારા પણ પ્રેમીને જેલમાં રાખવાને બદલે અને તેની જીંદગી બરબાદ ન થાય તેવા હેતુથી તેને જામીન મુકત કરવો જોઈએ. તેવી દલીલ કરતા અને આવા કીસ્સામાં નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્રારા પણ જામીન ઉપર મુક્ત કરેલા હોય ત્યારે આરોપી પ્રેમીને જામીન મુકત કરવા દલીલ કરતા નામદાર એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ મનસુરી સાહેબ દ્રારા પોલીસ પેપર્સ તથા એડવોકેટની દલીલ ઘ્યાને રાખી શરતોને આધીન આરોપીને જામીન ઉપર મુક્ત કરવા હુકમ કરૈલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.

(8:45 pm IST)