Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળીયા ડેપો મેનેજરને સસ્પેન્ડ કરાયા

રાજકોટ સુરક્ષા ઇન્સપેક્ટર દ્વારા હાજરી પૂર્વ બાબતે ફરિયાદ કરતા જામનગર એસટી વિભાગ દ્વારા જામખંભાળીયા ડેપો મેનેજર ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
જામખંભાળીયા ડેપો મેનેજર મીલન રાઠોડ દ્વારા રાજકોટ સુરક્ષા ઇન્સ્પેકટર અજયસિંહ ચુડાસમા પર કર્યા ગંભીર આક્ષેપો.થયા હતા
અગાઉ પણ જમીન કૌભાંડ માં સંડોવણી હોઈ અને એસટી ની ગાડીઓ નો ઉપયોગ કરી સાયલા ખાતે ખોટી પોલીસ બની રૂપિયા ઉઘરાવતા હોવાની ફરિયાદ દાખલ કરાઈ હતી સાથે જ અગાઉ મીલન રાઠોડ ડેપો મેનેજર દ્વારા અજયસિંહ ચુડાસમા પર ખાતાકીય રીતે નિવેદન આપવા મુદ્દે રાગદ્વેષ રાખવામાં આવ્યો હોવાનું આક્ષેપ કરાયો હતો
ડેપો મેનેજર દ્વારા કોઈ ડેપો માં હાજરી પુરવા માં આવતી ન હોઈ ત્યારે કંડકટર ની ખોટી હાજરી પુરી અને ખોટા ઓફ દઈ નિગમ ને આર્થિક ભારણ પહોંચાડવા બાબતે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો નિર્ણય એસટી વિભાગ દ્વારા લેવામાં આવ્યો.હતો
ખોટી હાજરી પુરવા ના મામલે એસટી ડેપો જામખંભાળીયા ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના કારણે ડેપો મેનેજર દ્વારા એસટી ના એમડી ને ફરિયાદ કરવામાં આવી અને યુનિયન દ્વારા પણ ટેકો જાહેર કરાયો...

(6:44 pm IST)