Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

બબરજર ગામે તળાવના કાંઠે અજાણ્યા પુરૂષોની લાશ મળી

જામનગરમાં ટ્રેકટરે હડફેટે લેતા એકટીવા ચાલકનું મોત

જામનગર, તા.૨૧ : લાલપુર તાલુકાના બબરજર ગામે રહેતા દેવશીભાઈ હમીરભાઈ બંધીયા, ઉ.વ.૩૭, એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  અજાણ્યો પુરૂષ, ઉ.વ.ર૮ થી ૩ર વચ્ચે વાળો જાહેર કરનાર દેવશીભાઈની વાડીની બાજુમાં પડતર જમીનના સેઢે  બેલા તળાવના હોકરો(નદી) કાઠા પાસે કોઈપણ કારણસર મૃત્યુ પામેલ હોય જેની કોહવાય ગયેલ લાશ મળી આવેલ છે.

અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં દર્શન ઉમેશભાઈ ભરડવા, ઉ.વ.ર૪, રે. મંગલ ધામ સોસાયટી શેરી નં.–ર, મારૂ કંસારા હોલની પાછળ, રણજીત સાગર રોડ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીત સાગર રોડ, આર્મી ગેઈટની સામે, પંપ હાઉસના ખૂણા પાસે રોડ પર આરોપી એક અજાણ્યો ટ્રેકટર ચાલકે પોતાનું ટ્રેકટર પુર ઝડપે રીતે ચલાવી ફરીયાદી દર્શન ના એકટીવા જેના રજી.નં. જી.જે.–૧૦–એ.આર.–૧૧૦૦ ને પાછળથી ઠોકર મારી હડફેટે લઈ ફરીયાદી દર્શનભાઈને તથા કુટંુબી ભાઈ હાર્દિકભાઈને રોડ પર એકટીવા સહિત પછાડી દઈ ફરીયાદી દર્શનભાઈને છોલછાલ તથા કુટુંબીભાઈ હાર્દિકભાઈ ને માથા તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ કરી મૃત્યુ નિપજાવી નાશી જઈ ગુનો કરેલ છે.

ટીફીન મોકલવા બાબતે બઘડાટી

અહીં સીટીભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં સાગરભાઈ કિશોરભાઈ સોમૈયા, ઉ.વ.ર૩, રે. પટેલ કોલોની, શેર નં.–૧૧, પુજા એવન્યુ રૂમ નં.એ–૧૦ર, જામનગર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી સાગરભાઈના પિતાજી માનસીક બિમાર હોય જેનું ટીફીન તેના મોટા બાપુ ભગવાનજીભાઈ મોલકતા હોય જે ટીફીન છેલ્લા પાંચ દિવસથી બંધ કરેલ હોય જે બાબતે ફરીયાદી સાગરભાઈ તથા આરોપી કલ્પેશભાઈ ભગવાનજીભાઈ સોમૈયા સાથે બોલાચાલી થયેલ હોય અને આ બાબતે સમાધાન કરવા માટે ફરીયાદી સાગરભાઈ આરોપી વિશાલ જયેશભાઈ શાહ સાથે લાલવાડી, ત્રિમંદિર પાસે, જામનગરમાં આરોપી વિકી ઉર્ફે ભુરો ગોપાલભાઈ કાપડી, કાનજીભાઈ માંતગ મોટરસાયકલ લઈ આવી આરોપી વિશાલ જયેશભાઈ શાહ એ પોતાના હાથમાં રહેલ ધોકા વડે ફરીયાદી સાગરભાઈને કપાળના ભાગે ડાબી આંખ પર ઈજા કરી તથા ડાબા હાથમા તથા બન્ને પગમાં ફેકચર ઈજા કરી તથા આરોપી કલ્પેશભાઈ ભગવાનજીભાઈ સોમૈયા, વિશાલ જેયશભાઈ શાહ, કાનજીભાઈ માંતગ એ ઢીકાપાટુનો મારી મુંઢ ઈજા કરી ગાળો આપી એકબીજાને મદદગારી કરી ગુનો કરેલ છે.

સીદસર ગામે જુગાર રમતા આઠ ઝડપાયા

 જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેશભાઈ બટુકભાઈ મોરી એ ફરીયાદ નોંધાવી છે કે, સીદસર ગામે, ઈન્દીરા સોસાયટીમાં હીરાભાઈ જીવાભાઈ મકવાણાના ઘરની બાજુમાં આવેલ શેરીના ખુલ્લા પટ્ટમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપી હિરાલાલ જીવાભાઈ મકવાણા, મુકેશભાઈ અમરાભાઈ વીંઝુડા, ધવલભાઈ ભરતભાઈ મકવાણા, દિનેશભાઈ ભીખાભાઈ ભાભેરા, જેન્તીભાઈ નથુભાઈ વીંઝુડા, વિજયભાઈ અરવીંદભાઈ વાઘેલા, પીઠાભાઈ મેપાભાઈ વઘેરા, મનજીભાઈ નાથાભાઈ વઘેરા, રૂ.૧ર,૩૩૦/– તથા ફોન નંગ–૩, કિંમત રૂ.૧પ૦૦/– મળી કુલ રૂ. ૧૩૮૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ઝાખર ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા

મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુખદેવસિંહ ધીરૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝાખર ગામમાં ભોજાપટી કુંભારપાડામાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જશુભા અભેસંગ જાડેજા, સુખદેવસિંહ દિલુભા ગોહીલ, કનકસિંહ ભીખુભા ચુડાસમા, હારજીત કરી  રૂ.૧૦,૮પ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સિકકા ગામે જુગાર રમતા છ  ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ દેવાયતભાઈ ભેડેળા એ ફરીયાદ નોંધાવી છે કે, જુમા મસ્જીદની બાજુની ગલીમાં, સિકકા ગામે  જુબેર ઓસમાણભાઈ મેપાણી, જાફર જુનસ સંઘાર, અહેજાજ ગુલામ રાજાણી, અલ્તાફ સુલેમાન ભટ્ટી, નુરમામદ અયુબ મેપાણી, મામદ ઈસ્માઈલ ભગાડ, હારજીત કરી રૂ.૧૦ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

આણંદપરમાં ૮ ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. રાજદીપસિંહ વિક્રમસિંહ ગોહિલ એ ફરીયાદ નોંધાવી છે કે, આણંદપર ગામની ઉતરે વળાના માર્ગેના આવેલ રેનીસભાઈ હરેશભાઈ જેસડીયાની વાડીની પાસે ખરાબા માં જાહેરમાં રૈનીસભાઈ હરેશભાઈ જેસડીયા, મયુરભાઈ જેન્તીભાઈ મારકણા, મજીદભાઈ છોટુભાઈ મલેક, હાજીભાઈ સુલેમાનભાઈ હોથી, ઈમતીયાજભાઈ મુસાભાઈ હોથી, ઈકબાલભાઈ કરીમભાઈ હોથી, ધીરજભાઈ ભીખાભાઈ ટીલાળા, ચેતનભાઈ લાખાભાઈ પાંભર, રે. આણંદપર ગામ વાળા રૂ.૧૮૩૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મીઠોઈ ગામે જુગાર રમતા ચાર ઝડપાયા

 મેઘપર(પડાણા) પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુખદેવસિંહ ધીરૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે,  મીઠોઈ ગામ રામ મંદિર વાળી ગલીમાં રમણીકલાલ બાબુલાલ ભટ્ટી, નરેન્દ્રસિંહ બચુભા જાડેજા, નટુભા ભીખુભા જાડેજા, મયુરગીરી મનસુખગીરી ગૌસ્વામી, રે. મીઠોઈ ગામ વાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૬ર૦૦/–  ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જાડા ઓફીસ પાસે મોટરસાયકલ ચોરી

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં તુષારભાઈ રીતેશભાઈ અગ્રાવત, ઉ.વ.૩૦, રે. લીમડા લાઈન, રાજપુતપરા શેરી નં.૩, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે,  સાત રસ્તા જાડાના બીલ્ડીંગ પાસે રોડ પર, જામનગરમાં ફરીયાદી તુષારભાઈએ પોતાનું પોલીસ પટ્ટા કલર હિરો હોન્ડા સ્પેલન્ડર સ્પોક જેના રજી.નં. જી.જે.–રપ એચ.–૮૯૧૯ જેની કિંમત રૂ.ર૦,૦૦૦/– નું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

જોડીયા ગામે જુગાર રમતા ત્રણ  ઝડપાયા

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. વાસુદેવસિંહ નીરૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, જોડીયા ગામે હરીજનવાસ, ત્રીકમલાલના મંદિર પાસે, ખાનાભાઈ પમાભાઈ પારીયા, અસગરભાઈ ઈલીયાસભાઈ સન્ના, રાજેશભાઈ ઉર્ફે પોપટ બેચરભાઈ રીયા, હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૧ર૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

 

એસ.ટી.ડીવીઝન પાસે જુગાર રમતા સાત ઝડપાયા

 અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સાજીદભાઈ રફીકભાઈ બેલીમ એ ફરીયાદ નોંધાવી છે કે,  એસ.ટી.ડીવીઝન બાજુમાં ગુરૂદત સોસાયટી શેરી નં.૩ ના ખૂણા પાસે જાહેરમાં  અક્ષયભાઈ દયાનંદભાઈ કણજારીયા, જયસુખભાઈ વસંતભાઈ કણજારીયા, રતીલાલ અમૃતલાલ પરમાર, કૌશીકભાઈ રાજેશભાઈ મઘોડીયા, જીતેન્દ્રભાઈ વાલજીભાઈ નકુમ, કલ્પેશભાઈ રમેશભાઈ પરમાર, રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૧,૭૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:16 pm IST)