Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

ટંકારામાં નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસે ૨૫૦ ગેસકીટનું વિનામૂલ્યે વિતરણ

ટંકારાઃવડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૧માં જન્મદિવસે ૨૫૦ ગેસકીટ નું વિનામૂલ્યે વિતરણ. ટંકારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્ત્।ે ટંકારાના જરૂરિયાતવાળા ગરીબ પરિવારોને રાંધવા માટે લાકડા તેમજ કેરોસીન વાપરવું ન પડે તે માટે ગેસ કીટનો વિતરણ કરાયેલ. ટંકારા તાલુકાના ૨૫૦ પરિવારોને વિનામૂલ્યે ગેસ સિલિન્ડર, ગેસકીટ , ચુલ્લો અનેએક વખતનું રિફિલિંગ વિનામૂલ્યે ગરીબ પરિવારોને આપવામાં આવેલ. ૨૫૦ પરિવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ખુશાલી મનાવેલ. પ્રસંગે ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન કામરીયા , કારોબારી અધ્યક્ષ અરવિંદભાઈ દુબરીયા આર્ય ગેસ એજન્સીના તુલસીભાઈ ખોખાણીતથા ટંકારા તાલુકા પંચાયત તાલુકા ભાજપ પ્રમુખ કિરીટભાઈ અંદરપા તથા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેલ. કોટડા ભૂતકોટડા ભુતકોટડા ખાતે મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન પવન ભાઈ ભાગીયા ના વરદ હસ્તે વૃક્ષારોપણ તથા ફ્રૂટ વિતરણ કરાયેલ આ પ્રસંગે વસંતભાઈ માંડવીયા દ્વારા દર્દીઓને ભોજન અપાયેલ હતું. (તસ્વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા-ટંકારા) 

(1:14 pm IST)