Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

સોમનાથના ધારાસભ્ય દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રા : એમ્બ્યુલન્સ અને જનરેટરનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકાર્પણ

વેરાવળ, તા. ર૧ : સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા હમ્મેશા લોકોની ચિંતા કરતાં જોવા મળે છે ત્યારે છેલ્લા બે વર્ષથી કોરોના જેવી ભયંકર મહામારીના કારણે લાખો લોકોના મૃત્યુ થયેલ છે જેમાં કોરોના લહેર-૨ દરમિયાન સોમનાથ મત વિસ્તારમાં પણ હજારો લોકોના મૃત્યુ થયેલ જેથી કોંગ્રેસ પક્ષ દ્વારા સમગ્ર દેશમાં લોકોને ન્યાય મળી રહે અને કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ લોકોના પરિવારને સરકાર તરફથી સહાય મળી રહે તેવા હેતુથી સોમનાથ વિધાનસભાના ગ્રામ્ય વિસ્તારોમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા કોવિડ-૧૯ ન્યાય યાત્રા શરૂ કરવામાં આવેલ.

જેમાં કોવિડથી મૃત્યુ પામેલ દરેક મૃતક માટે રૂ.૪.૦૦ લાખનું વળતર મળે તેમજ કોવિડગ્રસ્ત તમામ દર્દીઓને મેડિકલ રકમ પરત મળી શકે અને કોવિડથી મૃત્યુ પામેલ સરકારી કર્મચારીઓના સંતાનો/પરિવારજનો પૈકી કાયમી નોકરી મળી રહે તેવા હેતુથી ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વ્રારા સોમનાથ મત વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં ચાલુ વરસાદમાં અને રાત્રિના સમય દરમિયાન પણ રૂબરૂ જઈ કોવિડથી મૃત્યુ પામેલ દરેક મૃતકના પરિવાર જનોની તેમજ કોવિડગ્રસ્ત તમામ દર્દીઓની મુલાકાત લઈ જરૂરી ડોકયુમેન્ટ એકઠા કરવામાં આવેલ અને ફોર્મ ભરવામાં આવેલ, જેથી કોરોના મહામારી કારણે મૃત્યુ પામેલ લોકોના પરિવાર જનોને તથા કોવિડગ્રસ્ત તમામ દર્દીઓને સહાય મળી શકે તેમજ ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન લોકોની સમસ્યાઓને સાંભળી અને ૧૦૮ ની ઝડપે લોકોના કામ પૂર્ણ કરવામાં આવેલ અને બાકી રહેલ સમસ્યાઓનું પણ ટૂંક સમયમાં નિવારણ કરવામાં આવશે.

તેમજ ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ધારાસભ્ય ગ્રાન્ટ માંથી અનુદાન વર્ષ ૨૦૨૧-૨૨ માથી વેરાવળ તાલુકાનાં ડારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ, આદ્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ, આજોઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ, પંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ અને ગોવિંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ તેમજ પંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જનરેટર અને ગોવિંદપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જનરેટર ફાળવવામાં આવેલ અને ધારાસભ્ય વિમલ હસ્તે લોકાર્પણ કરવામાં આવેલ.

સૌરાષ્ટ્ર લાડી લોહાણા સિંધી નવયુવક મંડળ ના હોદ્દેદારો

જૂનાગઢ ખાતે  સૌરાષ્ટ્ર ના સિંધી સમાજ ના હોદ્દેદારો ની બેઠક મળી હતી.જેમાં વિવિધ શહેર ના સિંધી સમાજ ના હોદ્દેદારો ની ઉપસ્થિતિ માં સૌરાષ્ટ્ર લાડી લોહાણા સિંધી નવયુવક મંડળ ના હોદ્દેદારો ની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે લાભશંકર કેશવાણી, ઉપપ્રમુખ તરીકે લોકેશ ધનાણી, રાહુલ આસનાણી, અનિલ મંગલાણી, અમિત થારવાણી, જનરલ સેક્રેટરી તરીકે કમલેશ મગનાણી, સેક્રેટરી તરીકે અમિત પ્રીતમાણી, જોઇન્ટ સેક્રેટરી તરીકે વિજય કલવાણી, ટ્રેઝરર તરીકે મુકેશ રામચંદાણી, ઓર્ગેનાઈઝર તરીકે તુલસી મનવાણી, ડો.પ્રેમ લાલચંદાણી, કમલેશ ચંદનાણી, ઓડિટર તરીકે પ્રકાશભાઈ નૈનવાણી, મીડિયા કનવીનર તરીકે પ્રદીપભાઈ પાદવાણી, ચંદુભાઈ મુલચંદાણી, વિનોદભાઈ ભંભાણીની વરણી કરવામાં આવી છે.

(1:07 pm IST)