Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

પડધરીમાં તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા આવેદન

અણઉકેલ પ્રશ્નોનું નિરાકરણ તાકીદે કરવા માંગ : વિરોધ પ્રદર્શનની ચિમકી

(મનમોહન બગડાઇ દ્વારા) પડધરી,તા.૨૧ : તાલુકા પંચાયત પડધરી  ખાતે પડધરી તાલુકાના તમામ તલાટી-કમ-મંત્રીઓ પંચાયત વિભાગના તલાટી-કમ-મંત્રી કેડરના વર્ષો જુના પડતર પ્રશ્નો જેમાં સને ૨૦૦૪ની ભરતીના તલાટી-કમ-મંત્રીઓને સળંગ નોકરીમાં સમાવવા તથા ૧૨ વર્ષ પૂર્ણ થતા પ્રથમ ઉચ્ચતર પગાર ધોરાણ થા ૪૨૦૦/- રૂ. ગ્રેડપે મળેલ ન હોય તથા જિલ્લા ફોર બદલી તથા હાજરી બાબતે તથા રેવન્યુ તલાટીઓને તલાટી-કમ-મંત્રીની કેડરમાં મર્જ કરવા તથા એક ગામ એક તલાટી તથા વસીકરણ અધિકારી તરીકે તમામ કેડરમાં બઢતી જેવા તમામ મુદ્દાઓ છેલ્લા ૩ વર્ષથી કોઇ નિરાકરણ આવેલ નથી

૨૦૧૮માં સરકારશ્રી દ્વારા મુખ્ય તમામ મુદ્દાઓની યોગ્ય નિકાલ કરી આપવાની બાંહેધરી આપેલ હતી જેનું આજ દિન સુધી કોઇ નિરાકરણ આવેલ ન હોય જેથી આજ અમો તમામ તલાટીઓએ પડધરી તાલુકા પંચાયત ખાતે ઉપસ્થિત થઇ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી વિરોધ રજુ કરેલ છે. જો સરકારશ્રી દ્વારા આ બાબતે મુદ્દાઓનું નીરાકરણ કરવામાં નહી આવે તો ગુજરાત રાજ્ય તલાટી-કમ-મંત્રી મહામંડળના આદેશ પ્રમાણે આગળની તબક્કાવાર વિરોધ કરવામાં આવશે તેમ એસ.બી. મહેતા તલાટી-કમ-મંત્રી પડધરી પ્રમુખ તથા વાય.પી. ઝાલા ઉપપ્રમુખે જણાવ્યું છે.

(1:04 pm IST)