Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કોૈન બનેગા મહાકરોડપતિમાં તમને ૨૫ લાખની લોટરી લાગી છે...અમિતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કરી છેતરપીંડી

પડધરીના ખામટામાં ગોંડલના મોવીયાના શ્રવણસિંહ રાવત સાથે થઇ ૧,૦૮,૦૦૦ની ઠગાઇઃ પડધરી પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ર૧ : ગોંડલના મોવીયા ગામ પાસે યોગીરાજ કંપનીમાં રહેતા રાજસ્થાની યુવાનને પડધરીના ખામટા ગામે  હતો ત્યારે કૌન બનેગા મહાકરોડપતી જોવો અમીતાભ બચ્ચનના અવાજનો ઉપયોગ કરી ફેસબુકમાં વોઇસ કલીપ મોકલી ગઠીયાએ રૂ.૧,૦૮,૧૦૦ પડાવી લીધા હોવાની ફરીયાદ પડધરી પોલીસ મથકમાં થઇ છે.

મળતી વિગત મુજબ રાજસ્થાનના દેવગઢ તાલુકાના સોપરી ભવરીયા ગામના વતની હાલ ગોંડલના મોવીયા ગામ રહેતા અને યોગીરાજ કંપનીમાં કેન્ટીનમા કામ કરતા પ્રવિણસિંહ મોહનસિંહ રાવત (ઉ.ર૧) રહે. પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે હું ર૦ર૦ના પાંચમાં મહિનામાં ખામટા ગામે ગીરીરાજ નામના કારખાનામાં કેન્ટીનમાં કામ માટે આવેલ અને ર૦ર૧ ના પાંચમાં મહિનામાં આ કારખાનું છોડીને છેલ્લા બે મહિનાથી ગોંડલના મોવિયા ગામ પાસે યોગીરાજ કંપનીમાં કેન્ટીનમાં કામ કરૂ છુ઼ ગત તા.રપ/૧ર/ર૦ર૦ના રોજ સવારે મારા ફેસબુકમા઼ એક મેસેજ જોયો જે મેસેજ જે મોબાઇલ નંબર પરથી આવ્યો હતો તેનંબર મે મારા કોન્ટેકમાં સેવ કરેલ અને પછી મેં તેમાં કોલ કરતા મને તે નંબર પરથી એક ઓડીયો કલીપ મોકલી હતી જે ઓડીયો કલીપમાં કોન બનેગા કરોપતી અવાજમાં થોડી કલીપ મેં સાંભળેલા બાદ થોડીક કલીપ સામે વાળી કોઇક અજાણી વ્યકતી તરફથી  બોલાતી કલીપ મેં સાંભળી હતી અને મને જણાવેલ કે 'તમને રપ લાખની લોટરી લાગી છે.' અને મને કહેલ કે તમે મોબાઇલ નં. ૮૯૦પપ૪પ૬૧૪ સેવ કરો વધારે ડીટેઇલ તમને અમારા બેંક મેનેજરે જણાવશે બાદ મેં મોબાઇલ નંબર પર વોટસએપ મેસેજમાં 'હાઇ' લખીને મોકલ્યો જેથી સામેવાળી વ્યકિત તરફથી પણ રીપ્લાઇ માં મેસેજ આવ્યો હતો બાદ તે અજાણી વ્યકિતએ મને  વોટસએપમાં અંગ્રેજીમાં કઇક લખીને મેસેજ કર્યો આ મેસેજ મને ન સમજાતા મે તેન ે'મને સમજાતું નથી' તેમ વોઇસ ઓડીયો કલીપ મોકલી હતી જે વોઇસ પરથી મને કહેલ કે 'તમ રપ લાખ જીતી ગયા છો'  તેના માટે તમારે મને તમારૂ આધારકાર્ડતથા એક પાસપોર્ટ સાઇઝનો ફોટો તથા બેંક એકાઉન્ટની પાસબુકનો ફોટો મને વોટસઅપ કરો તેમ કહેતા મેં તેને ેતમામ વસ્તુ વોટસએપમાં મોકલી હતી બાદ મેં તેને 'એકાઉન્ટમાં પૈસા આવ્યા નથી' તેમ વોઇસ ઓડીયો મોકલતા તેણે કહેલ કે 'તમારી ફાઇલ બને છે' થોડીવારમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવી જશે' અને કહેલ કે તમારે રૂ.૧ર,૧૦૦ ટેકસ લાગશે તેમ કહેતા મેં તેના એકાઉન્ટ નંબર પર રૂ.૧ર૧૦૦ મોકલ્યા હતા બાદ મારા એકાઉન્ટમાં પૈસા ન આવતા તેણે મને વિશ્વાસમાં લઇ ગુંગલ-પે તથા ફોન -પે જેવી ઓનલાઇન એપ્લીકેશન મારફતે અલગ-અલગ નંબરનો ઉપયોગ કરી કટકેટકકે રૂ.૧,૦૮,૧૦૦ પડાવી લીધા હતા. છતા પણ મારા એકાઉન્ટમાં પૈસા ન આવતા તપાસ કરતા મારી સાથે છેતરપીંડી થઇ હોવાની ખબર પડતા પડધરી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પી.એસ.આઇ.આર.જે. ગોહિલે તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)