Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર દ્વારા કૃષિ પેદાશોમાં મૂલ્યવૃધ્ધિ અને તેના માર્કેટીંગ વિષય પર એકદિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો

જામનગર : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જામનગર તેમજ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર, કાલાવડના સંયુકત ઉપક્રમે કૃષિ પેદાશોમાં મૂલ્યવૃદ્ઘિ અને તેનું માર્કેટિંગ વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કેવીકેના સાયન્ટીસ્ટ શ્રીમતી એ. કે. બારૈયાએ બહેનોને પગભર થવાના રસ્તાઓ તેમજ ફળ, શાકભાજી અને અન્ય કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધન કરી ખેડૂત મહિલાઓ કેવી રીતે આવકમાં વધારો કરી શકે છે તે વિષય પર માર્ગદર્શન આપેલ અને કેવીકેના વડા ડો. કે. પી. બારૈયાએ ઘરે બનાવેલ જુદી જુદી પ્રોડકટનું માર્કેટીંગ કરવાના ઉપાયો અંગે સમજણ આપી,  સ્ત્રીઓને  આર્થિક સ્વનિર્ભર બનાવવા માટેના માટેના પ્રયત્નો કર્યા હતા. આ કાર્યક્રમમાં ૫૦ જેટલી મહિલાઓએ ભાગ લીધેલ અને કેવીકેના ડેમોન્સ્ટ્રેશન યુનિટ અને મ્યુઝીયમની મુલાકાત લઈ કૃષિ વિષયક માહિતી મેળવેલ હતી તેમ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

(12:59 pm IST)