Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વાંકાનેરનાં મેસરીયામાં શ્રી આપાજાલાની જગ્યામાં હોમાત્મક યજ્ઞ-ધ્વજારોહણ-મહાપ્રસાદ

વાંકાનેર :.. તાલુકાના મેસરીયા મુકામે આવેલ સુપ્રસિધ્ધ ધાર્મિક સ્થળ 'શ્રી આપા જાલાની જગ્યા' મેસરીયા મુકામે 'ઋષિપંચમીનાં શ્રી આપા જલા ભગત' ના સમાધી સ્થાન ખાતે પ.પૂ. મહંત શ્રી બંસીદાસજીબાપુ ગુરૂશ્રી જીણારામજીબાપુ તેમજ કોઠારી સ્વામીશ્રી મગનગીરીજી મહારાજના માર્ગદર્શન હેઠળ ઋષિ પાંચમના પાવન પર્વે દરેકના આત્મ કલ્યાણ અર્થે એવમ વિશ્વ કલ્યાણ અર્થે 'હોમાત્મક યજ્ઞ' સવારના ૯ થી સાંજના પ.૪પ સુધી ભકિતમયના દિવ્ય માહોલ વચ્ચે શાસ્ત્રોકતવિધી સાથે વૈદાતિક મંત્રોચ્ચાર સાથે ભૂદેવો દ્વારા યોજાયેલ હતો તેમજ ઋષિ પાંચમની વર્ષો પરયુનાસાર દરેક મંદિરમાં પૂ. મહંત શ્રી બંસીદાસજીબાપુ તથા સર્વે સંતોની પાવન નિશ્રામાં 'જય જય કાર' ના નારા સાથે 'જય જલીયાણ' ના નાદથી 'ધ્વજા રોહણવિધી' કરવામાં આવેલ હતી. હાલ કોરોનાની વિકટ પરીસ્થિતિના હિસાબે 'લોકમેળો૩ ઋષિપંચમીના હોય છે. જે આ વર્ષે રદ કરેલ હતો. શ્રી આપા જાલાની જગ્યામાં 'શિવ મંદિર, શ્રીરામ મંદિર, પૂ. સંતશ્રી આપા જાલા બાપાની સમાધી મંદિર તેમજ આજથી ૪૦ વર્ષ પહેલા રબારી પરીવારે આ જગ્યામાં પૂ. વંદનીય સંત શિરોમણી શ્રી જલારામ બાપાનું મંદિર બનાવી પૂ. બાપાની મૂર્તિ બેસાડી છે, આ જગ્યામાં યાત્રિકો માટે બન્ને ટાઇમ 'મહાપ્રસાદ' (હરિહર) ચાલુ છે તેમજ બહારગામથી પધારતા યાંત્રિકો માટે રહેવાની સગવડ પણ છે, તેમજ વિશાળ ભોજનાલય તેમજ 'ગૌશાળા' માં ૧૭પ જેટલી ગાયોની ઉતમ સેવા થાય છે.' આ જગ્યાના મહંત પૂ. શ્રી બંસીદાસજીબાપુના જણાવ્યા અનુસાર આ જગ્યામાં રપ-રપ સંતો રહે છે, આ જગ્યાએ 'ઋષિ પરંપરા' વખતની વર્ષો જૂની પ્રાચીન જગ્યા છે આ જગ્યામાં શ્રી આપા જલાએ આશરે રપ૦ વર્ષથી ઉપર અહીંયા જીવતા સમાધી લીધેલ છે.  આપા જલા ભગતે આશરે રપ૦ થી ર૭૦ વર્ષ પહેલા જુના મેસરીયા ગામે જન્મ થયેલ હતો. આ જગ્યામાં 'ઋષિમુની' ઓ ખુબ જ તપર્સ્યા કરેલ છે, પૂ. આપા જાલાએ જીવતા સમાધી  ઇ પહેલાની પ્રાચીન જગ્યા છે આ જગ્યામાં પાર્થના હોલ નીચે 'કુંડ' હતા એ સમયકાળ જતા ઇ કુંડ નીજંન પડેલા છે જે સમયમાં કુંડ છલકાતા હતા જે હાલમાં પણ નીચે 'કુંડ' છે, વધુમાં પૂ. મહંતશ્રીએ જણાવેલ કે બીજા અવતારમાં પૂ. સંત શિરોમણી શ્રી જલારામબાપાએ 'કોડી' એ કાઢી, ગોવાળીયા રમતા હોય, આ રમી લીધુ, કીડી એ કાઢીએ આ જીવ આત્માએ અહિયા ભજન કરેલુ છે, હાલના મહંત પૂ. શ્રી બંસીદાસજીબાપુ કે જેમના માતા-પિતા તેમણે ત્રણ વર્ષની ઉમરે શ્રી આપા જાલાની જગ્યામાં સંત-સેવાના ધર્મ પરોપકારી માટે મૂકી ગયા જે આજે ૩ વર્ષની ઉમરથી અહીયા સેવા કરી રહ્યા છે. આ જગ્યામાં આવતા સૌ કોઇ ભાવિક-ભકતજનો માટે કોઇપણ જાતના ભેદભાવ વિના બન્ને ટાઇમ 'મહાપ્રસાદ' ચાલુ છે. વિશેષમાં ઋષિપંચમીના રોજ વિશ્વાસ ફિલ્મસ દ્વારા પ્રસિધ્ધ ગાયક શ્રી ધવલ રાયકાએ યુ-ટયુબ દ્વારા 'પાવન ભૂમિ પાંચાલ'ની આપા જાલાનું  ધામનું સુંદર ગીત અનેરા સંગીતની શૈલી સાથે રીલીઝ થયેલ છે. (તસ્વીર-અહેવાલ : હિતેષ રાચ્છ-વાંકાનેર) 

(11:00 am IST)