Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

વાંકાનેર ભાજપ દ્વારા મોબાઇલ વેકિસનેશન કાર્યક્રમ

   પ્રધાનમંત્રી   નરેન્દ્રભાઇ મોદીજી ના ૭૧ માં જન્મદિવસ નિમિતે વાંકાનેર શહેર ભાજપ દ્વારા કારખાના મા જે મજૂર લોકો કામ કરે છે જે વેકિસન સ્થળ પર ભાડુ ખર્ચીને જઈ શકે તેવી પરિસ્થિતિ ધરાવતા નથી તેનું એકદિવસીય રોજ પાડીને જઈ ના શકે તેના માટે ''મોબાઇલ વેકિસનેશન કાર્યક્રમ'' યોજવામાં આવ્યો હતો. જેમાં જુદા જુદા  કારખાના મા જઈ ને મજૂરો અને કામદારો ને વેકિસન આપવામાં આવી, આ તકે નોબલ સિરામિક, કયુ ટોન સિરામિક, હોક સિરામિક, આઇબીજા સિરામિક, મેકવેલ સિરામિક ના સંચાલકો એ ખુબજ  સારો સાથ સહકાર આપેલ, જેના માટે વાંકાનેર શહેર પ્રમુખ પરેશભાઈ મઢવી, મહામંત્રી  કે. ડી. ઝાલા, દીપકભાઈ પટેલ, હિરેનભાઈ ખીરૈયા અને સક્રિય કાર્યકર ઋષિભાઈ ઝાલાએ  કામગીરી કરી હતી. (તસ્વીર-અહેવાલ : મહમદ રાઠોડ, વાંકાનેર)

(10:57 am IST)