Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

માણાવદર તાલુકામાં અતિવૃષ્ટિથી ખેડુતોના પાકનું મબલખ ધોવાણ તાકીદથી સર્વે કરવા કોંગ્રેસની માંગણી

જુનાગઢ તા.ર૧ : માણવાદર તાલુકામાં આ વષ્ર્ેા સૌથીવધારે વરસાદ પડયો છે. છેલ્લા દસ દિવસ દરમિયાન પડેલા અતિ ભયંકર વરસાદે પુર જેવી સ્થિતિ પેદા કરી હતી અને અધુરામાંપુરૂ હતુ.તે છલકાયેલા ડેમોના પાટીયા ખોલી નખાતા નીચાણવાળા વિસ્તારો જેવા કે બાંટવા નીચેના અસંખ્ય ગામો તથા ભાદર ઓઝત નદીના કાંઠાના ગામડાઓમાં ભારે તબાહી સર્જાઇ છે ખેતરોનું તો સાવે જ ધોવાણ થતા વાવેતરનો સોથ વળી ગયો છે. બાંટવા ખારા ડેમની નીચે આવતા ગામડાઓમાં અતિવૃષ્ટિથી અનેક ડેમોના પાણી છોડવાથી ખેતી તથા જીવન જરૂરીયાતની વસ્તુઓને મોટે પાયે નુકસાન થયુ છે. સરકાર દ્વારા હજુ સુધી આ વિનાશકારી તબાહી બાબતનો કોઇ જાતનો સર્વે થયો નથી.

આ અંગે માણાવદર તાલુકા કોંગ્રેસના પ્રમુખ અરવિંદ લાડાણીએ મામલતદારને એક આવેદનપત્ર પાઠવતા જણાવ્યું છે કે તાત્કાલીક ધોરણે ખેતી ધોવાણ અને પાકની નુકસાનીનો સર્વે કરવામાં આવે તથા જેના ઘરમાં પાણી ઘુસી ગયા છે તે લોકોને વળતર ચુકવવામાં આવે અને બરબાદ થયેલી ખેતીની જમીન અને પાકને નુકસાની પેટે પ્રત્યેક ખેડુતને તથા ખેત મજુરોને ૩૦૦ રૂપિયા લેખે કેશડોલ ચુકવવામાં આવે. હોનારતના કાયમી ઉકેલ માટે ભાદર નદી ઓઝત નદી તથા બાંટવા ખારા ડેમની નીચે આવતી શાક નદીને ઉડી ઉતારીને તેને પહોળી કરવાની આવશ્યકતા છે. તથા ડુબમાં આવતા રસ્તાઓને ઉંચે લઇ જરૂર લાગે ત્યાં પુલીયા અને નાળા બનાવાય તો હોનારતોમાંથી થોડ ઘણી રાહ તો જરૂર મળે ભાદર નદી અને ઓઝત નદીના તુટી ગયેલા પાળાઓનું તાત્કાલીક સર્વે કરાવી સિમેન્ટ ક્રોકીંટની પાકી સંરક્ષણ દિવાલ બનાવવાની જરૂર છે તથા માણાવદર તાલુકાના ભીંડોરા, ગણા, વડા, વેકરી, મરમઠ, સરાડીયા દેશીંગા, ચીખલોદ્રા થાપલા, સમેગા, કોડવાવ અને ભલગામ વગેરે ગામોનો ઘેડ પછાત યોજનામાં સમાવેશ કરવો વગેરે બાબતની રજુઆતો મુખ્યમંત્રીને કરવામાં આવી છે.

આવેદનપત્ર આપતી વેળાએ જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિલીપભાઇ જેસાણી, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ ઝાટકીયા, બાટવા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઇ રાઠોડ, કોંગ્રેસ અગ્રણી જીજ્ઞેશભાઇ છૈયા, વિરમભાઇ ખોડભાયા, માજી સરપંચ વેકરી, ભરતભાઇ ડાંગર વગેરે હાજર રહ્યા હતા.

(10:53 am IST)