Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મોરબીમાં મહિલા સંગઠનની બહેનોએ સિવિલ હોસ્પિટલ અને પોલીસ મથકમાં રક્ષાબંધનની ઉજવણી કરી

મોરબી : વિશ્વ હિંદુ પરિષદ મોરબી શહેર અને જીલ્લાની દુર્ગાવાહિની, માતૃશક્તિ અને સેવા વિભાગ દ્વારા કોરોના વોરીયર્સ એવા ડોક્ટર અને પોલીસ જવાનોને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી
સંસ્થાની બહેનોએ સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર અને મેડીકલ સ્ટાફ તેમજ એ ડીવીઝન પોલીસ મથક ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી જે કાર્યમાં વિશ્વ હિંદુ પરિષદ દુર્ગાવાહિની મોરબી જીલ્લા અધ્યક્ષ ઝંખનાબેન કમલભાઈ દવે અને સેવા વિભાગ મોરબી શહેર અદયક્ષ જયશ્રીબેન વાઘેલા સહિતના બહેનો જોડાયા હતા.

(10:43 pm IST)