Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મોરબીના મચ્છુ ૨ ડેમમાંથી સિંચાઈ માટે પાણી આપવા મોહનભાઈ કુંડારિયાએ પાણી પુરવઠા મંત્રીને પત્ર લખ્યો : પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી સિંચાઈ માટે માંગ કરી

મોરબીના મચ્છુ ૨ ડેમમાં રહેલ પાણીના જથ્થામાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા માટે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ રાજ્યના પાણી પુરવઠા મંત્રીને પત્ર લખી ભલામણ કરી છે
મોહનભાઈ કુંડારિયાએ પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પત્ર લખી જણાવ્યું છે કે મચ્છુ ૨ સિંચાઈ ડેમમાં હાલ પાણીનો ૧૬૦૦ થી ૧૭૦૦ MCFT જથ્થો ઉપલબ્ધ છે અને ખેડૂતોના પાકને બચાવવો અનિવાર્ય હોય જેથી ૨૦૦ MCFT પાણી કેનાલમાં છોડવામાં આવે તો ખેડૂતોનો મોલ બચી સકે છે
ચોમાસાની ઋતુમાં હજુ શ્રાવણ અને ભાદરવા ધોરી મહિના બાકી હોય અને વરસાદની આગાહી હોય કુદરતની મહેરબાનીથી હજુ વરસાદનું પાણી ડેમમાં આવી સકે છે અને ડેમમાં પીવા માટે દર મહીને ૨૦૦ MCFT પાણી જરૂરત પ્રમાણે હજુ ૭ માસ ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ હોવાથી ૨૦૦ MCFT પાણી છોડવા સિંચાઈ ખાતાને ભલામણ કરવા જણાવ્યું છે.

(10:40 pm IST)