Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પવિત્ર શ્રાવણ માસમાં મીઠાઈના ભાવ બાંધણા કરવા ટંકારા ગ્રાહક સુરક્ષાની માંગ

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે જીલ્લા કલેકટરને પત્ર લખ્યો

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મીઠાઈના ભાવ બાંધણા કરવામાં આવે તેવી માંગ સાથે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે
ટંકારા શહેર-ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમભાઈ વામજાએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે હાલ હિન્દુઓનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં શ્રાવણ માસ દરમિયાન અનેક તહેવારો આવતા હોય છે શ્રાવણ માસ દરમિયાન ઉપવાસ કરતા હોય છે ત્યારે તહેવારોમાં મીઠાઈ ખરીદી સકે તેના ધ્યાનમાં લઇ ભાવ બાંધણું કરવામાં આવે તે જરૂરી છે તેમજ લોકોને સારું ફૂડ મળે તેણે ધ્યાને લઈને ભેળસેળ કરનાર સામે કડક કાર્યવાહી કરવા અને હાલ ગુજરાતના અનેક સ્થળે દુધનો કાળો કારોબાર ઝડપાયો છે જે ધ્યાને લઈને પગલા લેવા માંગ કરવામાં આવી છે

(10:38 pm IST)