Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અમરેલી પંથકના મોટાલીલીયામાં આજે વરસાદની બીજી ઇનિંગ પણ તોફાની રહી: પાંચ ઇંચ વરસાદ ખાબક્યો: ગામમાં પાણી ભરાયા: નદી બે કાંઠે વહી રહી છે

લિલિયાની બજારોમાં ભારે પાણી ભરાય છે. લિલિયામાં મેઘરાજાની આજે બીજી ઈનીન્ગ પણ જોરદાર તોફાની રહેલ છે. અને ૫ ઇંચ પાણી પડી ગયું છે. પૂન્જાપાદરના બન્ને પૂલ ઉપરથી ઓવરફ્લો થયો છે. નિલકંઠ સરોવર, ગાયત્રી સરોવર, શ્યામ સરોવર ઓવરફ્લો થયા છે. ,આઈ.ટી.આઈ.ના કમ્પાઉન્ડમાં પાણી ઘૂસ્યુ છે. લીલિયા-અમરેલી રોડ પરના બન્ને પૂલો ઓવર ફ્લો થવામાં માત્ર પ ફૂટ બાકી રહ્યુ છે. દરમ્યાન જાણીતા એસ્ટ્રોલોજર શ્રી જયપ્રકાશ માઢકે  જણાવ્યું છે કે
હજુ ૨૬ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર દરમ્યાન બુધ અને શુક્ર એક રાશિમાં ભેગા રહેશે તેથી દેશના વિવિધ ભાગો માં સારો વરસાદ ચાલુ રહેશે..

(8:15 pm IST)