Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અમરેલીના લાઠી અને લીલીયાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ

નાવલી નદીમાં પાણીની ભારે આવક: નદીના પાણી બજારમાં ફરી વળ્યા

અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે. લાઠી અને લીલીયાના અનેક ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. લીલીયામાં ધોધમાર વરસાદને પગલે નાવલી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નદીના પાણી બજારમાં ફરી વળ્યા છે તો આ તરફ નાના ભમોદ્રા ગામમાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીના માહોલ છે.

સાવરકુંડલા ઉપરાંત લીલીયા તાલુકાના કેટલાક ગામોમાં પણ વરસાદ વરસ્યો છે. અમરેલી જિલ્લામાં અત્યાર સુધી સિઝનનો 40.53 ટકા, અમરેલી શહેરમાં 62.45 ટકા, બાબરામાં 53.12 ટકા, બગસરામાં 25.14 ટકા, ધારીમાં 35.27 ટકા, જાફરાબાદમાં 28.64 ટકા, ખાંભામાં 35.64 ટકા, લાઠીમાં 33.54 ટકા, લીલીયામાં 56.31 ટકા, રાજુલામાં 38.64 ટકા, સાવરકુંડલામાં 49.84 ટકા વડિયામાં 27.62 ટકા વરસાદ વરસ્યો છે.

(6:36 pm IST)