Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વડોદરા સયાજી બાગમાં કર્મચારીને સાપ કરડતા સફાઈ સેવકોનો હોબાળો: સેફ્ટી સાધનોની માંગ

બતક તલાવડી ની સાફ સફાઈ દરમિયાન સફાઈ કર્મીને સાપ કરડી જતાં તેઓની તબિયત લથડી

વડોદરાના સયાજીબાગ ખાતે સફાઇ કર્મચારીને સાપ કરડતા તેને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામા આવ્યો હતો. દરમિયાનમાં સફાઈ કામદારોએ બગીચામાં કામગીરી કરતા કર્મચારીઓને સેફ્ટીના સાધનો આપવામાં આવતા નથી તેવા આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆતો કરી હતી.

સયાજીબાગ ખાતે બતક તલાવડીમાં સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ ને આજે સવારે બતક તલાવડી ની સાફ સફાઈ દરમિયાન સાપ કરડી જતાં તેઓની તબિયત લથડી હતી ત્યારે તેઓના સાથી કર્મચારીઓ દ્વારા તેઓને એસ.એસ.જી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે દરમિયાન સફાઈ કર્મચારીઓ એ જણાવ્યું હતું કે યોગ્ય સેફ્ટીના સાધનો સફાઈ કર્મચારીઓને ન અપાતા હોવાના આ ઘટના બની છે સાથે જ સફાઈ કર્મચારીઓ ને વધુપડતું કામ સોંપી તેઓ સાથે અત્યાચાર કરવામાં આવે છે.

જોકે આ આ ઘટનાની જાણ થતાં જ પાર્ક અને ગાર્ડનના અધિકારી એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા અને સફાઈ કર્મચારી સાથે વાતચીત કરી હતી જોકે મંગેશ જયસ્વાલે જણાવ્યું હતું કે યોગ્ય તપાસ બાદ જો સાપ કરડવાની ઘટના બની હશે તો આગામી સમયમાં સફાઇ કર્મીઓને યોગ્ય સેફટી સાધનો આપવામાં આવશે.

(2:25 pm IST)