Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જુનાગઢ ત્રિમૂર્તિ હોસ્પીટલે ઓકસીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરતા મનસુખભાઇ માંડવીયા

તસ્વીરમાં ઓકસીજન પ્લાન્ટનું લોકાપર્ણ કરતા મનસુખભાઇ માંડવીયા તેમજ ડો. ડી.પી. ચિખલીયા સાથે ત્રિમૂર્તિ હોસ્પીટલના તબીબો તથા સ્ટાફ અને પુ. ઇન્દ્રભારતીબાપુ મનસખુભાઇનું મોમેન્ટો આપી સન્માન કરતા ડો.દેવરાજ ચિખલીયા અનેકાર્યક્રમ અંતગર્ત પ્રવચન કરતા શ્રી માંડવીયા અને ડો. ચિખલીયા નજરે પડે છે (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

 (વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૧  ત્રિમૂર્તિ હોસ્પિટલ ખાતે રૂ.૩૦ લાખના ખર્ચે કાર્યરત થયેલ ઓકસીજન પ્લાન્ટનું કેન્દ્રીય આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઇ માંડવીયાના હસ્તે લોકાપર્ણ કરાયો હતો. ડો.ડી.પી. ચિખલીયાની ત્રિમૂર્તિ હોસ્પીટલ દ્વારા સમાજ સેવાની અનેકવિધ પ્રવૃતિ કરવામાં આવે છે જેમાં ડો. દેવરાજ ચિખલીયાએ તેમના પત્નિ શ્રીમતી ભાવનાબેન ચિખલીયાના અવશાન બાદ તેમની સ્મૃતિ કાયમ જળવાય તે માટે શ્રીમતી ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશનની સ્થાપના કરી આ સંસ્થાના નેજા હેઠળ સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છ.ે જેના ભાગરૂપે ઓકસીજન પ્લાન્ટ અને દાતના ફરતા દવાખાનાનું લોકાપર્ણ શ્રી માંડવીયાના હસ્તે કાયું હતું. આ તકે તેઓએ જણાવ્યું હતું કે સ્વ.ભાવનાબેન ચિખલીયા જન પ્રતિનિધિ તરીકે આદર્શ મુલ્યો પ્રસ્થાપિત કરનાર ગણાવી આ ફાઉન્ડેશનની સેવા કિય પ્રવૃતિ બિરદાવી હતી.  ૩૦ લાખના ખર્ચે કાર્યરત થયેલ ઓકસીજન પ્લાન્ટ ઇરાદા ફાઉન્ડેશન અને નિસ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરવામાં આવેલ છે જેનાથી રપ બેડને ઓકસીજનની સુવિધા મળશે આ ઓકસીજન જરૂરીયાતમંદ દર્દીઓને ભાવનાબેન ચિખલીયા ફાઉન્ડેશન દ્વારા કોઇપણ ચાર્જ લીધા વગર અપાશે તેમજ દાતનું ફરતું દવાખાનું ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધા માટે ઇરાદા ફાઉન્ડેશન અને નિસ્વાર્થ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલ છે. જેનાથી ગ્રામય વિસ્તારના દર્દીઓને આરોગ્ય સુવિધા મળશે આ ફરતા દવાખાના સાથે દંત ચિકિત્સક સહિતની સુવિધા અપાશે આ પ્રસંગે સાંસદ રાજેશભાઇ ચુડાસમાં ગૌસેવા આયોગના અધ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયા મેયર ધીરૂભાઇ ગોહેલ શહેર ભાજપના પ્રમુખ પુનીતભાઇ શર્મા ઝવેરી ભાઇ ઠકરાર ડે.મેયર હિમાન્સુભાઇ પંડયા તેમજ ત્રિમૂર્તિ હોસ્પિટલના ડો. શૈલેષ જાદવ, ડો.અમિત ભુવા, ડો.પ્રતિક ટાંક તેમજ ડો. મહેશ વારા અને નિલેશ ચિખલીયા તથા અમુભાઇ પોકિયા ઉમેલદભાઇ ગામી સહિતના ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના શ્રી મહંત અને શ્રી પંચ દશનામ જુના અખાડાના ઓતર રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી ઇન્દ્રિભારતીજી મહારાજ ખાસ ઉપસ્થિત રહીઆશિવર્ચન પાઠવ્યા હતા.

(1:17 pm IST)