Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વેરાવળ સાગરપુત્ર ખારવા સમાજના નવા પટેલની બિનહરીફ વરણી

વેરાવળ, તા.૨૧:વેરાવળ સાગરપુત્ર ખારવા સમાજની બિન હરીફ વરણી કરાયેલ હતી તેમાં ત્રણ ઉપ પટેલો પણ નિમાયેલ હતા.

વેરાવળ સાગરપુત્ર સમસ્ત ખારવા સમાજ ના પટેલ લખમભાઈ ભેસલા ના અઘ્યક્ષ સ્થાને કામનાથ મહાદેવ મંદિર મીટીગ યોજાયેલ.

હતી તેમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહેલ હતા અને વર્ષ નો હીસાબરજુ કરી નવા પટેલ નિમવાની કામગીરી હાથ ધરેલ હતી તેમાં ર૦ર૧/રર માટે નવા પટેલ તરીકે કીરીટભાઈ ફોફંડી ની બિન હરીફ વરણી કરાયેેલ હતી તેમજ ઉપપટેલ તરીકે ગોવિદભાઈ વણીક,પદમભાઈ માલમડી, ગોવિંદભાઈ કુહાડા નિમાયેલ હતા તેમ એક યાદીમાં જણાવેલ હતું.

(1:17 pm IST)