Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

જામનગર જીલ્લામાં જુગારના દરોડાઃ ૯ મહિલા ૧૮ પુરૂષો ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૧: જામનગર જીલ્લામાં જુગાર રમતા ૯ મહિલા અને ૧૮ પુરૂષોને પોલીસે ઝડપી પાડયા છે.

એલ.આઇ.જી.આવાસ

સીટી સી પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૮–ર૧ ના એલ.આઈ.જી આવાસ બ્લોક નં.–બી–૧ રૂમ નં.૭૦૪, જામનગરમાં  આ કામના આરોપી મનીશભાઈ મનસુખભાઈ ખાખરીયા એ પોતાના રહેણાક મકાનમાં બહારથી અન્ય આરોપીઓ અંશભાઈ જેન્તીલાલ ગુટકા, યુવરાજસિંહ પ્રવિણસિંહ વાઢેર, રેશ્માબેન નીખીલભાઈ પટેલ, ભાવિશાબેન અજયભાઈ રાધનપુરા, કિરણબેન હસમુખભાઈ સાવલીયા, નેહાબેન દિપેનભાઈ ભટ્ટ, રે. જામનગરવાળા ને બોલાવી પોતાના અંગત ફાયદા માટે નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૩૩,ર૦૦– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

આણંદા ગામ

જોડીયા પોલીસ સ્ટેશનમાં કોન્સ. અશોકસિંહ ઘનશ્યામસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૮–ર૧ ના આણદા ગામે સદગુરૂ શાં:િતિ આશ્રમ પાછળ ખરાબામાં  આ કામના આરોપી કમાભાઈ નાજાભાઈ ઝાપડા, વિહારભાઈ વજાભાઈ વકાતર, મુન્નાભાઈ નોંઘાભાઈ વકાતર, ભરતભાઈ પરસોતમભાઈ ગડારા બળદેવભાઈ ઓધવજીભાઈ નંદાસણા, વાસ્તાભાઈ વિશાભાઈ ઝુંઝા, રાજશેભાઈ ઉર્ફે જુગો બીજલભાઈ  ઝપડા રે. આણંદા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૦,ર૩૦/– તથા ટોચબતી કિંમત રૂ.૧૦૦/– મળી કુલ રૂ.ર૦,૩૩૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નીકાવા ગામ

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૮–ર૧ના નિકાવા ગામે આ કામા આરોપી વલ્લભભાઈ સંગરામભાઈ મદારીયા, કૈલાશભાઈ ગગજીભાઈ મકવાણા, ચીરાગભાઈ લતીભાઈ ભીમાણી, બંસીભાઈ બીપીનભાઈ ગૌસ્વામી, રે. નીકવા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૩,૩૭૦/– તથા મોબાઈલ ફોન નંગ–૪, કિંમત રૂ.૭૦૦૦/– તથા બે મોટરસાયકલ જેની કિંમત રૂ.૩પ,૦૦૦/– મળી કુલ રૂ.પપ,૩૭૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ચેલા ગામ

પંચકોશી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૦–૮–ર૧ના ચેલા ગામ, અંબાજી માતાજીના મંદિર પાસેની ગલીમાં આ કામના આરોપી હર્શીલસિંહ મહેન્દ્રસિંહ ભટ્ટી, ભાવેશભાઈ કલ્યાણજીભાઈ પરમાર, અંકતીબા ભરતસિંહ રાઠોડ, જયાબા ભરતસિંહ રાઠોડ, સોનલબેન અશ્વિનભાઈ મકવાણા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૦,૩૪૦– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

રહેણાક મકાન માંથી મોબાઈલની ચોરી થયાની રાવ

લાલપુર પોલીસ સ્ટેશનમાં મંજુલાબેન મહેબુબ ઉર્ફે ભુરો ઓઢાભાઈ નોતીયાર, ઉ.વ.૩૦, રે. ધરારનગનર શેરાની હોટલવાળી ગલી લાલપુર ગામવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૮–ર૧ના લાલપુર ગામે ફરીયાદી મંજુુલાબેન ના રહેણાક મકાનીની દિવાલ કુદી મકાનના ફળીયામાં પ્રવેશ કરી મકાનની ઓસરીમાં આવેલ દરવાજા વગરની બારીમાં રાખેલ મોબાઈલ ફોન વીવો કમ્પનીનું સીમ નં.૮૪૬૯૯૬૧૧૮૪ર  જેની કિંમત રૂ.૧૦,૦૦૦/– ની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કરીલ લઈ જઈ ગુનો કરેલ છે.

ભાદરા ગામે

જોડીયા  પોલીસ સ્ટેશનમાં કોન્સ. કનુભાઈ ખોડાભાઈ જાટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૧–૮–ર૧ ના ભાદરા ગામના રાણવા પરીવારના સુરાપુરા ડાડા ની ડેરી પાસે આ કામના આરોપી રમેશભાઈ ટપુભાઈ પરમાર, ગણેશભાઈ ભીખાભાઈ સોંદરવા, કેશુભાઈ પોલાભાઈ સોંદરવા, દયાબેન રમેશભાઈ ટપુભાઈ પરમાર, સવીતાબેન આલાભાઈ ટપુભાઈ પરમાર, રે. ભાદરા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૪૭૮૦– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

મકાન પચાવી પાડયાની ફરીયાદ

અહીં સીટી એ પોલીસ સ્ટેશનમાં શબ્બીરભાઈ હુશૈનભાઈ હડીયાણવાળા, ઉ.વ.પપ, રે. મુલ્લા મેડી રોડ, ગલેરીયા શેરી નં.૩, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧–૭–ર૧ ના કાલાવડ નાકા બહાર રેવેન્યુ સર્વે નં.૬૬પ/૧ પેકીના પ્લોટ પૈકી નં.૧૩/એ વાળી જગ્યામાં ફરીયાદી શબ્બીરભાઈના મકાન જામનગરમાં શબ્બીરભાઈ એ પોતાની કાયદેસરની માલિકીનું મકાન આરોપી યુસુફભાઈ વાહીદભાઈ સમા, રે. જામનગરવાળાને તા.૧–૩–ર૦૧૮ થી તા.૧–ર–ર૦૧૯ સુધી અગિયાર માસના રૂ.૪૦૦૦/– ના ભાડા કરાર આધારે આપેલ હોય જે મકાનનું આ કામના આરોપી યુસુફભાઈએ તા.૧–૭–ર૦૧૮ થી ફરીયાદી શબ્બીરભાઈને ભાડુ આપવાનું બંધ કરી ભાડા કરાર તા.૧–ર–૧૯ ના પૂર્ણ થઈ ગયેલ હોય તેમ છતાં ફરીયાદી શબ્બરીભાઈના મકાનમાં કાયદેસરના ભાડુઆત ન હોવા છતા ગેરકાયદેસર કબ્જો જમાવી મકાન પચાવી પાડી ગુનો કરેલ છે.

(1:09 pm IST)