Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સત્તાધારને પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપવા ભાવિકોમાં પ્રબળ લાગણી

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૧: સૌરાષ્ટ્રનાં સુપ્રસિદ્ઘ સતાધાર આપાગીગાની જગ્યાને પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપવા ટિમ ગબ્બર સરકારમાં ધારદાર રજુઆત કરી છે.

રાજયકક્ષાની સ્વૈચ્છિક સંસ્થા 'ટીમ ગબ્બર'ના સ્થાપક કે.એચ.ગજેરા (એડવોકેટ,સુરત) તથા વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી દ્વારા વડાપ્રધાન,મુખ્યમંત્રી,યાત્રાધામ વિકાસ બોર્ડ-ગાંધીનગર વિગેરેને લેખીત રજુઆતમાં જણાવેલ છે કે,સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ઘ યાત્રાધામ સતાધાર આપાગીગાની જગ્યા આવેલ છે.જયાં દેશ-વિદેશમાંથી સેંકડો ભાવિકો દર્શનાર્થે આવે છે. આપા ગીગાના પરચા અપરંપાર છે.અહીં પૂ.શામજીબાપુ જેવા સંત શિરોમણી અને જીવરાજ બાપુ જેવા ભલાભોળા સંત થઈ ગયા. અહીં સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનાર પાડાપીરનુ દેવસ્થાન છે.લાખો શ્રધ્ધાળુઓ સતાધારની માનતા રાખે છે.લાખો માણસો અહીં માનતા ઉતારવા આવે છે.અહીં માત્ર સતનો આધાર હોય,તે રીતે સતત અને અવિરત ચોવિસ કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે છે.આ ધાર્મિક જગ્યા અંગે અવારનવાર માગણી કરવા છતાં પણ આ ધાર્મિક જગ્યાને આજ દિન સુધી પવિત્ર યાત્રાધામનો દરજ્જોે આપવામાં આવેલ નથી કેટલીય સરકારો આવીને ગઈ છે,પરંતુ આજદિન સુધી આ જગ્યાને યાત્રાધામનો દરજ્જોે આપવામાં આવેલ નથી ત્યારે રાજયની સંવેદનશીલ સરકાર સંપૂર્ણપણે શ્રધ્ધા અને આસ્થા સ્વરૂપ 'સત્તાધાર'ને પવિત્ર યાત્રાધામનો દરજ્જો આપે તેવી ભાવિકોની વર્ષો જૂની માંગ સ્વીકારી વહેલામાં વહેલી સત્ત્।ાવાર જાહેરાત કરે તેવો ધારાશાસ્ત્રી નયનભાઈ જોશીએ અનુરોધ કર્યો છે.

(1:05 pm IST)