Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સાવરકુંડલા : વાવડી રોડમાં રસ્તાના કામનું લોકાર્પણ

બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરનું વતન અને કુંકાવાવ તાલુકા વાવડી રોડ ખાતે બ્લોગ રોડનું લોકાર્પણ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર તેમજ ગામની સ્થાનિક બહેનોના હસ્તે કરવામાં આવ્યું હતું ગામમાં બ્લોગ રોડ બનતા લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી.  કુંકાવાવ તાલુકાના રોડ વાવડી ગામમાં  અલગ અલગ ગ્રાન્ટમાંથી પેવર બ્લોગ બનાવવામાં આવ્યા હતા. આ તકે ગામના સરપંચ દિનેશભાઇ ઠુંમર, તેમજ નાનાલાલ ભેંસદડીયા,ચંદુભાઈ ઠુંમર,દિલીપભાઈ,વસંતભાઈ, પ્રાગજીભાઈ કાછડિયા,વિઠ્ઠલભાઈ પડશાળા,ભીખુભાઇ,પુનાલાલ ભોરણીયા,ભીખુભાઇ તેરૈયા,સહિતના સહકારી અગ્રણીઓ ગામના સ્થાનિક અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા (તસ્વીર : અહેવાલ : ઇકબાલ ગોરી-સાવરકુંડલા)

(1:04 pm IST)