Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પોરબંદરનો આવતીકાલે ૧૦૩૨મો સ્થાપના દિનઃ રામાયણકાળથી ઐતિહાસિક નગરીનું અસ્તિત્વ

અસ્માવતી સંગમઘાટ ઉપર શાસ્ત્રોકત વિધિથી પોરબંદરનું નામકરણ થયેલ હતુ : સ્થાપના કુંડળી તૈયાર કરેલ : પ્રાચીન કાળમાં અસ્મીતનગર અને સુદામાપુરી નામો હતા

પોરબંદર તા.૨૧ : પોરબંદર (અસ્મીતનગર-સુદામાપુર) વિક્રમ સંવત ૨૦૭૭ શ્રાવણ સુદ પુનમ આવતીકાલે  તા.રરમીએ પોરબંદરનો નામકરણ દિન- સ્થાપનાનો ૧૦૩૨ વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહેલ છે.

પોરબંદરનું અસ્તિત્વ રામાયણકાળથી હોવાનું મનાય છે. અસ્મીતનગર તરીકે ઓળખ બતાવાય છે. અસ્માવતી નદી (ખાડી) અને અરબી સમુદ્ર કિનારે આ શહેર વસેલ છે. રકાબી ઘાટના આ શહેરને પુર્વે ઉતારે અરબી સમુદ્ર સાથે સંગમ સ્થાન સાથે દક્ષિણે સંપુર્ણ અરબી સમુદ્રનો કિનારો આવેલ છે. હર્ષદ મિયાણી માધવપુર (ઘેડ) આત્રોલી ફાટક સુધી ૧૦૫ એકસો પાંચ કિલોમીટર દક્ષિણે અરબી સમુદ્ર કિનારો કુદરત તન મનને સ્ફુર્તી નૈસર્ગીક આનંદ સાથે પ્રફુલ્લીત બનાવતો અરબી સમુદ્ર પર વસેલ છે.

અરબી સમુદ્રની કુદરતી ભૌગોલીક પીધાનીએ તો પોરબંદર બિરલા સાગર સમુદ્ર દક્ષિણ અર્ધ ગોળાકાર આકારે છાપરી ઘાટનો અનુભવાય છે. જે ભૌગોલીક રંગબાઇ માતા મંદિર અરબી સમુદ્ર કિનારાથી શરૂઆત થતા ગોસાબારા નવીબંદર સુધી અરબીસમુદ્ર કિનારે ઉભા રહી પોરબંદર તરફ દ્રષ્ટિ કરતા અર્ધ ગોળાકાર આકાર છાપરી હોય તે રીતે જોવા મળશે. ગોસાબારા નવીબંદર અરબીસમુદ્ર કિનારો છાપરીથી ઓળખાય છે. પોરબંદર કિનારાની સમુદ્ર કિનારાની ભૂગોળનો અભ્યાસ કરતા વ્હોરાવાડ અરબીસમુદ્ર કિનારે આવેલ દિવાદાંડીનો પ્રકાશ શેરડો નવીબંદર સુધી પડતો અને રાત્રી પોરબંદર અરબીસમુદ્ર પસાર જલ વહેવારના યાંત્રિક વાહનો તેમજ માનવ હસ્ત સંચાલીત વહાણો માટે પથદર્શક અને અગત્યતા ભરેલ રહેતો હાલ વ્હોરાવાડ પરની દિવાદાંડી યાને લાઇટ હાઉસ ખસેડી જૂના રાજમહેલ કોસ્ટગાર્ડ મુખ્ય પંથક પર ફીટ કરેલ છે. જેના કારણે શહેરી વિસ્તારની ઉંચી બિલ્ડીંગો પર પ્રકાશ પડતો. આ લાઇટ હાઉસ પોર્ટ હસ્તકનો એક ભાગ ગણાતો હાલ કોસ્ટગાર્ડ હસ્તક પોરબંદરની દિવાદાંડી ગોળાકાર ફરતી છે. ઐતિહાસિક ગણાય છે.

વ્હોરાવાડ અરબીસમુદ્ર કિનારા પરથી દિવાદાંડી યાને લાઇટ હાઉસ ખસેડવામાં આવતા લગભગ ૧૦૦ એકસો ફુટ ઉંચાઇ ધરાવતી દિવાદાંડી જમીન દસ્ત કરવાનુ નકકી થયેલ તે સામે પોરબંદરના સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ વ્યાપારી પ્રભુદાસભાઇ માખેચા પોર્ટ એડવાઇઝરી સભ્ય તેમજ પુર્વ ડીઆરયુસીસી ભાવનગર ડીવીઝનનાએ સખત વાંધો ઉઠાવેલ અને જૂની દિવાદાંડીનું માળખુ યથાવત રાખેલ. જેને ગુજરાતમાં કોંગ્રેસનું સરકારમાં શાસન અને ૧૯૮૪ની સાલ આસપાસ જામનગર અગ્રણી કોંગ્રેસના તેમજ એડવોકેટ મહંમદહુશેન બ્લોચ બંદરીય મંત્રી પદેથી તાત્કાલીક સંપર્ક કરી જૂની દિવાદાંડી માળખુ યથાવત રાખવુ પાડયુ નહી અને સરકારે એવુ નકકી કરેલ મેરીટાઇમ બોર્ડને સુચના આપેલ કે આ દિવાદાંડી પર પુર્ણ કદની ભારતના સ્વ.વડાપ્રધાન શ્રી પંડીત જવાહરલાલ નહેરૂની પુર્ણ કદની પ્રતિમા આરસની મુકવી અને જમણી ભુજા યાને હાથ અરબી સમુદ્રની દિશા બનાવતો લાંબો રાખવો જમણા હાથની ટચલી આંગળી પર શાંતિદૂત કબૂતર પ્રતિમા મુકવા મેરીટાઇમ બોર્ડ સરકારે જણાવેલ. આ કામગીરી યુધ્ધના ધોરણે શરૂ કરાવાની હતી. ખર્ચની મંજુરી પણ મળી ગયેલ જે અધ્ધરતાલ રહેલ. વ્હોરા લાઇટ હાઉસ દિવાદાંડી વાવાઝોડા દરમિયાન મથાળાનો ભાગ ઉપરથી પડી ગયેલ છે. તેના અવશેષો હજુ પણ લાઇટ હાઉસ પટાંગણમાં પડેલ છે. હાલ હેરીટેજ સ્થાપન્ય તરીકે પુરાતત્વ વિભાગને સોંપવી આપવી જોઇએ. રક્ષીત ઇમારતની નોંધ જાહેર કરવી જોઇએ.

સ્વ.પ્રભુદાસભાઇ માખેચાએ પોરબંદરને જીવંત રાખવા પોરબંદરનું ભવિષ્ય વિકાસ બંદર પર જ આધારીત હોય અને પોતાની હૈયાતી સુધી પોરબંદર બંદર જીવંત રાખવા કોઠાસુઝ બતાવી. સાથોસાથ  પોરબંદર આર્થિક શ્રમીક પછાત વર્ગને પોરબંદરનું બંદર જ કામધંધો આપી કુંટુંબનો માનભેર જીવનનિર્વાહ આજીવત મળતો રહે. પોરબંદર શહેર તાલુકાનો વિકાસ રૃંધાય નહી તે માટે ખારવા સમાજના ખુદા મોભીયા વાણોર (પ્રમુખ) પંચ પહેલો સાથે સંકલન રાખી વહાણવટા ઉદ્યોગને જીવંત રાખવા અથાગ પ્રયત્નો તેમજ સુભાષનગર બારમાસી જેટલી કાર્યરત કરવા વિદેશી હુંડિયામણ પોરબંદરનું બંદર મેળવી આપવા મોખરે તેવા પ્રયત્નો આજીવન જારી રાખેલ.

પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સાથે આજીવન સંકળાયેલ. ઉચ્ચપદ સુધી રહેલ વાદવિવાદથી બિલકુલ પર ટીકકાકારો જે હૃદય આવકારતા અને તેમની પાસેથી પણ કાંઇક પોરબંદરના વિકાસના ઞિતમાં વ્યાપાર ઉદ્યોગ જીવંત રાખવા મેળવીને ઝંપતા, પોરબંદરનુ બારમાસી બંદર કાર્યરત કરવા મહત્વની ભૂમિકા નિભાવી પોરબંદર પાસે બે બંદર જેટ્ટી કુદરતની મળ્યા તેની ઓળખ  આપી પોરબંદરના સ્વર્ગસ્થ ઘુમલીના રાજવી બાષ્કલદેવ યાને બુખ્ખાજી જેઠવાએ આજથી ૧૦૩૧માં વર્ષે પોરબંદરને જળવ્યવહાર સાથે સાથે સંકલન કરી દેશ વિદેશ સાથે જોડી વિકાસ દ્વાર ખોલ્યા અને તે સાથે પોતાની શ્રમીકરૈયત ભુખે મરે નહી શહેરની આબાદી ઉતરોતર વિકાસ કરતી રહે. કુદરતી સમુદ્ર સધ્ધરતા ભરપુર રહે તેવી દીર્ઘદ્રષ્ટિથી પોરબંદર અસ્માવતી ઘાટે બારામાં યાને અરબીસમુદ્રના અને અસ્માવતી નદીના સંગમસ્થાને પોરબંદર નામરણ શાસ્ત્રોના અને અસ્માવતી નદીના સંગમસ્થાને પોરબંદર નામકરણ શાસ્ત્રોકત વિધી સાથે નામકરણ કરાવી તોરણ બાંધી જળવહેવાર વ્યાપારી ધોરણે શરૂ કરાયેલ તેનો ૨૨.૮.૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ શ્રાવણ સુદ ૧૫ રવિવાર દિને ૧૦૩૨મો નામકરણ દિન યાને જન્મદિનની ઉજવણી કરવામાં આવશે.

બંંદરની તેમજ પોરબંદર ભૌગોલીકના સાથે વિકાસલક્ષી દ્રષ્ટિકોણ ધરાવતા ઘુમલી શાષિત જેઠવા વંશના રાજવી સ્વ.બાષ્કલદેવ યાને બુખ્ખાજીએ અરબીસમુદ્ર અસ્માવતી (ખાડી) નદીના સંગમસ્થાને પોરબંદરના બંદરના પ્રવેશદ્વાર વિક્રમસંવત ૧૦૪૬ શ્રાવણ સુદ ૧૫ પુનમ રક્ષાબંધન પવિત્ર દિને સવારપહોર દિવસ પડતા સવારના ૯ કલાક ૧૫ મિનીટે શાસ્ત્રોકત વિધિ સાથે તોરણ બાંધી પોરબંદર (સ્થાપના) નામકરણ કરી સમગ્ર વિધિ સાથે જળ વ્યવહાર શરૂ કર્યો. દેશ વિદેશની વ્યાપારી સમૃધ્ધિ, સંસ્કૃતિ વ્યાપારથી પોરબંદરની બંદરાય આવકની શરૂઆત થઇ જે તા.૨૨-૮-૨૦૨૧ શ્રાવણ સુદ ૧૫ રવિવારના દિવસે એક હજાર એકત્રીસ પુર્ણ કરી એક હજાર બત્રીસમાં મંગલ પ્રવેશ કરે છે. આ સમયની જેઠવા વંશના રાજ બારોટ સ્વ.શ્રી બાબુભાઇ પાસેથી પ્રાપ્ત થયેલ વિગત પ્રમાણ જેઠવા વંશ ઘુમલી સ્થિત રાજવી બાષ્કલદેવ બીજાનું તામ્રપત્ર વિક્રમસંવત ૧૦૪૫ વૈશાખી પુનમ જયારે રાજબારોટના ચોપડાની નોંધ વિ.સ.૧૦૪૬ની છે. બંને નોંધ વચ્ચે એક માત્ર એક વર્ષનો તફાવત છે. એકટલુ પુરવાર કરે છે પોરબંદર એક હજાર વર્ષ એત્રીસ પ્રાચીન શહેર છે તે પુરવાર થાય છે. સ્વ.રાજવી બાસ્કલદેવના તામ્રપત્રમાં એ સમયે પોરબંદર હોવાનો માત્ર ઉલ્લેખ વિક્રમસંવત ૧૦૪૫ બતાવે છે. જયારે રાજબારોટના ચોપડાની નોંધ મુજબ એક હજાર એકત્રીસ વર્ષ પુર્ણ કરી એક હજાર બત્રીસ વર્ષનો નામકરણ સ્થાપના દિન યોગ્ય ગણાય છે. તેની ખરાઇ યોગ્ય ચકાસણી બાદ વિક્રમસંવત ૨૦૪૬ના શ્રાવણ સુદ ૧૫ પુનમ રક્ષાબંધનના દિને વૈષ્ણવ ધર્માચાર્ય નિ.ગો.૧૦૮ ગોવિંદરાયજી મહારાજશ્રીના અધ્યક્ષસ્થાને પોરબંદર નામકરણ સ્થાપના દિનની ઉજવણી અત્રેના અસ્માવતી ઘાટે રાત્રીના ૯ કલાક ૧૫ મીનીટે એક હજાર પુર્ણ કર્યાની ઉજવણી કરવામાં આવેલ. રાત્રીના સમયે ઉજવણી કરવા પાછળ સાંસ્કૃતિ ધાર્મિકતા જોવાયેલ. આ દિને ચંદ્રગ્રહણ સંધ્યાકાળનું હતુ અને ગ્રહણ વહેલી સવારથી લાગતો હતો. તે વેધ સંપુર્ણ હટી જાય તે પછી ઉજવણી કરવી. તેવો મત શાસ્ત્રોકત રીતે જયોતિષ શાસ્ત્રીઓના જયોતિષ શાસ્ત્ર સિધ્ધાંત અનુસરી વેદોકત શાસ્ત્રોના મંત્રોચ્ચાર સાથે અ.ગો.૧૦૮ ગોવિંદરાયજી મહારાજશ્રીની અધ્યક્ષતા સાથે તેઓશ્રીના વરદ હસ્તે તેમજ શહેરના શ્રેષ્ઠી આયોજકો તથા જળ વહેવારની સમૃધ્ધિ સાથે સંકળાયેલ પોરબંદર સમસ્ત ખારવા સમાજ તેમજ એજન્ટ દલાલોની ઉપસ્થિતિમાં હોદ્દેદારોના કરકમળથી પૂજન કરી ઉજવણી વિજય તોરણ બાંધેલ.

આ સમયે સ્વ.દિવાકર કે જોષી તથા નિશિકાજપ વૈષ્ણવના અથાગ પ્રયત્નો અને સંશોધન આધારે બે કુંડળી પ્રસિધ્ધ કરવામાં આવેલ.

જેમા પોરબંદર સ્થાપના યાને નામકરણ કુંડળી તથા બીજી પોરબંદર નામકરણ (સ્થાપના) કુંડળી પ્રસિધ્ધ કરાયેલ છે. પોરબંદરની સ્થાપના નામકરણ અંગેનો દસ્તાવેજી પુરાવો જેઠવા રાજબારોટનો ચોપડો છે. પોરબંદરના રાજબારોટ બાબુભાઇ બારોટના ચોપડે થયેલ. નોંધ મુજબ વિ.સં.૧૦૪૬ શ્રાવણી પુનમની સવારે પોરબંદરની સ્થાપના નામકરણ થયેલ છે. ગણતરી કરતા આ દિવસે તા.૧૪-૮-૯૯૦ અને શનિવાર આવે છે. નક્ષત્ર શત તારા ચંદ્ર કુંભ રાશિમાં છે.

પુર્વ હાલ નિવૃતિ ભોગવતા પોરબંદરના માહિતી ખાતાના મદદનીશ અધિકારી ભાસ્કરભાઇ અંતાણી રાજયસરકારના સહયોગથી પોરબંદર વિશેષ સંશોધનાત્મક કૃતિ સાંસ્કૃતિક તેમજ સામાજીક લોકોનુ લોકજીવન જેઠવાવંશનો ઇતિહાસ પુરાણ પ્રસિધ્ધ પોરબંદર સંશોધનાત્મકકૃતિ પુસ્તિકા પ્રસિધ્ધ અંક સંશોધન માટે નવી દિશા ખોલી પરંતુ તેઓશ્રીની બદલી ગાંધીનગર થયેલ ત્યાથી જ નિવૃત થતા કચ્છમાં તેઓના વતન કચ્છમાં જીંદગી ગુજારે છે. રાજય સરકારે પણ નોંધ લઇ પોરબંદર વિશેષ સ્થાનિક માહિતી કચેરી દ્વારા અભ્યાસપુર્ણ સંશોધન કરાવવા આદેશાત્મક સુચના સ્થાનિક અધિકારીને આપવી જરૂરી છે તેમજ જીલ્લા કલેકટરશ્રીને પણ સુચના આપે.

સૌરાષ્ટ્રના પશ્ચિમ દરિયા અને અસ્માવતી (ખાડી) નદીના કિનારે વસેલુ પોરબંદર ગુજરાતના પ્રાચીન નગરો પૈકીનું દસમી સદીમાં વસેલુ પુરાતન નગર છે. રાષ્ટ્રપિતા પૂ.મોહનદાસ કરમચંદ ગાંધી યાને મહાત્માગાંધીના જન્મસ્થળ અને શ્રીકૃષ્ણના પરમ બાલસખા નિસ્પૃહી વિપ્ર શ્રીદામા યાને સુદામાના નામથી યાને સુદામાપુરી (પોરબંદર) યાત્રાધામની ઓળખ ધરાવે છે. રાષ્ટ્રીય અને ધાર્મિક યાત્રા અર્થે દેશ વિદેશ યાત્રિકો સંશોધક પ્રવાસીઓનું સ્વાગત કરે છે. સમગ્ર વિશ્વના પ્રસિધ્ધી મેળવેલ છે. ઐતિહાસિક નગર શિલ્પ સ્થાપત્યોથી સમૃધ્ધ છે.

ગુજરાતના ઘણા શહેર નગરોની સ્થાપનાની તવારીખો મળતી નથી કે અનિશ્ચિત છે ત્યારે સદનશીબે પોરબંદર સ્થાપના યાને નામકરણ વિધિ તથા પોરબંદરની રાજધાની સ્થાપના દિવસ નકકી કરતી તવારીખો, દસ્તાવેજી પુરાવા સહિત પ્રાપ્ત છે. આ તવારીખો ઉપરથી અગાઉ કેટલાક વિદ્વાનો દ્વારા કુંડલીઓ બનાવવાનો પ્રયત્ન થયો છે. જે કુંડલીઓ તથા વર્ષ માસ તારીખ વારને આજે વર્તમાન યુગમા કોમ્પ્યુટર દ્વારા વધારે વૈજ્ઞાનિક રીતે તપાસી શકાય છે ત્યારે પોરબંદરના સંદર્ભમાં પ્રાપ્ત તવારીઓ ઉપરથી નવસંશોધન દ્વારા સુધારેલ તવારીખો ઉપરથી કુંડલી બનાવી સંક્ષિપ્ત આકાશી ગ્રહોની સ્થિતી મુજબ ફલાદેશ કરવાનો અત્રે ઉધમ સેવ્યો છે.

જનશ્રુતિ અનુસાર પોરબંદરની સ્થાપના નામકરણ શ્રાવણ માસની પુનમના દિવસે થઇ હતી. આ જનશ્રુતિને સમર્થન આપતા કેટલાક દસ્તાવેજી પુરાવાઓ સંપ્રાપ્ત થાય છે.ઘૂમલીના મહારાજા બાસ્કલદેવે (બખ્ખુજી) વિ.સં.૧૦૪૫ની વૈશાખી પૂનમના દિવસે પાટણ (ઉ.ગુજરાત)ના દામોદરનામના બ્રાહ્મણને ચરણી ગામ દાનમાં આપ્યાનું તામ્રપત્ર મળે છે. કેટલાક વિદ્વાનોના મતે આ સમયે પોરબંદરનો નામકરણ દિવસ હોવાનુ અનુમાન થયુ છે. આ સંવત મહિનો અને તિથિ ઉપરથી ગણતરી કરી અંગ્રેજી તારીખમાં રૂપાંતર કરતા તા.૨૮-૪-૯૮૯ અને મંગળવાર મળે છે. આ દિવસે વિશાખા નક્ષત્ર અને ચંદ્ર તુલારાશીમાં છે આકાશી ગ્રહોની સ્થિતી છે.

મુહુર્ત શાસ્ત્ર મુજબ વિશાખા નક્ષત્ર અશુભ ગણાય છે. વિશાખા નક્ષત્રના ચોથા ચરણથી જયેષ્ઠા નક્ષત્ર સુધી વીછુડો ગણાય છે. આ સમય શુભકાર્ય માટે વજર્ય ગણાય છે. તેમજ આ દિવસે પૃથ્વી સુષુપ્ત અવસ્થામાં છે. સુર્ય ચંદ્ર ષડાષ્ટક યોગમાં અને મંગળ અસ્તનો છે. આમ પ્રથમ દ્રષ્ટિએ જ આ દિવસે કોઇ નવીન નગરની સ્થાપના શકય નથી.

મુહુર્ત શાસ્ત્રના સિધ્ધાંતો મુજબ આ દિવસે પૃથ્વી જાગૃત છે. શત તારા નક્ષત્રમાં સ્થાપના, ધ્વજારોહણ, અભિષેકાદિ કાર્યોમાં શુભ સમયે રવિયોગ બધા જ પ્રકારના અશુભ તત્વોનો નાશ કરી શુભ ફળ પ્રદાન કરે છે તેમજ ગ્રહોની સ્થિતી મુજબ પણ આ દિવસે નવીનનગર શહેરની સ્થાપના થઇ શકે. પ્રાચીન પૌરવેલા કુલ અર્થાત પોરબંદરના ઇશાન ખુણામાં પોરાવમાતાનુ સ્થાનક આવેલ છે. વિદ્વાનોના મતે આ મંદિર દશમી સદીમાં બંધાયુ આજ સ્થળે પ્રથમ પોરબંદરની સ્થાપનાનું શિલાસ્થાપન થયુ હશે અને ત્યા જ મંદિરનું નિર્માણ કરી શકિતનું સ્થાપન કર્યુ હશે. યાદ રહે ક્ષત્રિયો શકિતના ઉપાસકો હતા. હાલના પોરાય માતાના મંદિરના જે લગ્ન અવશેષો મળ્યા છે તે મંદિરની બાંધણી રાજપુત કાલીન છે.

શનિ મંગળ એકબીજાથી દ્રષ્ટિ હોતા તેમજ મંગળ જલતત્વની રાશીમાં અને શનિ વાયુતત્વની રાશીમાં હોય આ નગર ઉપર અવારનવાર દરિયાઇ તોફાનો, વાવાઝોડુ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કુદરતી પ્રકોપ અને રાજયની સરહદો ખંડીત થયા કરે.

પોરબંદરની સ્થાપના નામકરણ અંગેનો ત્રીજો દસ્તાવેજી પુરાવો રાજપુરોહીતનો ચોપડો છે. આ ચોપડામાં થયેલ નોંધ મુજબ વિ.સં. ૧૦૪૬ શ્રાવણ સુદ પુનમ રક્ષાબંધન નાળીયેરી પુનમ અને સમય રાત્રીના ૧૧-૨૦ મિનીટનો છે.

જેઠવા વંશ રાજબારોટ અને રાજપુરોહીતના ચોપડે તવારીખ એક જ મળે છે પરંતુ રાજપુરોહિત વિશેષમાં સમય નોંધે છે.

પોરબંદર રાજધાની બની તે પુર્વેના ઇતિહાસ ઉપર એક ઉડતી નજર કરીએ તો લોકહીત મુજબ જેઠવા વંશના મુળ પુરૂષ મકરધ્વજ હોવાનુ મનાય છે. મકરધ્વજ પોરબંદરની વાયવ્ય દિશામાં આવેલ શ્રીનગર ગામમાં ગાદીસ્થાપી કાળક્રમે ત્યાથી તેમના વંશજ શિયોજી જેઠવાઓ તે સમયની સમૃધ્ધ નગરી ઘૂમલીમાં ગાદી ફેરવી ઘુમલી ઉપર પ્રથમ સિંઘના જામ ઉજાડે આક્રમણ કર્યુ પરંતુ તેમને ફતેહ ન મળતા તેના કુુંવર જામ બામણીયાએ ઇ.સ.૧૩૧૩માં ફરી આક્રમણ કરી ઘુમલીને ઉજાડી નાખી. ઘુમલીનું પતન થતા ભાણ જેઠવાએ રાણપુરમાં પોતાની રાજધાની સ્થાપી. રાણપુરના નરેશ રામદેવનું ઇ.સ. ૧૫૦૪માં દગાથી મૃત્યુ થતા તેમના કુંવર ભાણજી તથા તેમના રાણી કલાબાઇ અને બાળકુંવર ખીમાજી અંધારપછેડો ઓઢી રાણપુરથી ભાગીને પોરબંદર આવ્યા.

પોરબંદરમાં કમલા નહેરૂ પાર્કમાં આવી વસ્યા. ત્યા ભાણજીનું અકાળ અવસાન થયુ. હાલ મહર્ષિ દયાનંદ સાયન્સ કોલેજના પાછળના ભાગે કમ્પાઉન્ડમાં ભાણજીની સ્મૃતિરૂપ ભાણેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. ભાણજીના અવસાન પછી પોરબંદર પાસે આવેલ છાયા ગામમાં જેઠવાની રાજધાની સ્થપાઇ અને બાળકુંવર ખીમાજી ગાદીએ બેઠો. ત્યારથીરાજ દફતરમાંથી જે નોંધ મળે છે તે મુજબ રાણા સરતાજી બીજા ઇ.૧૭૫૭-૧૮૧૩ એ વિ.સ.૧૮૪૧ની શ્રાવણી પુનમ શનિવારે છાયાથી જેઠવા ગાદીને પોરબંદરમાં ફેરવીને તે સમયથી પોરબંદર જેઠવાઓની રાજધાની તરીકે પ્રસિધ્ધ થયુ. આ સમયનું અંગ્રેજી તારીખમાં રૂપાંતર કરતા તા. ૨૦-૮-૧૭૮૫ અને શનિવાર મળે છે. પોરબંદરની રાજધાની તરીકે સ્થપાયુુ.

વ્યાપાર વૃધ્ધિ રહે મોજશોખની વસ્તુઓ, મોટરો, સ્પેર પાર્ટસ, કલાત્મક ચીજો, સોનુ ઝવેરાત, ઝરીકામ, સુગંદી પદાર્થો, ફર્નીચરનો વ્યાપાર વધે પોરબંદર વિશેષ સમૃધ્ધ બને. છેલ્લે કુંડળીમાં બારમાં ભાવે કેતુ છે. બારમે કેતુ મોક્ષ દાયક છે. પોરબંદરની પુનિત ધરા ઉપર જન્મ લેનાર મોહનદાસ કરમચંદ ગાંધીની સત્યો પાસનાએ આ દેશને અંગ્રેજોના ગુલામીમાંથી મોક્ષ અપાવ્યો છે. ભારતમાં સ્વરાજ લાવવામાં પોરબંદરની સ્થાપનાના ગ્રહો અને રાજધાની તરીકે સ્થાપનાના ગ્રહોનો પરોક્ષ ફાળો છે. ઓગષ્ટ ૯૯૦ માં સ્થાપેલ પોરબંદર ઓગષ્ટ ઇ.સ. ૧૭૬૫માં રાજધાની બને છે.

(સંદર્ભ ગ્રંથ - ૧ સંશોધન ઓકટોબર ડીસેમ્બર ૨૦૦૩ જેઠવા રાજવંશ લેખક ડો.પ્રફુલ્લાબેન જે.રાવલ, મુકુંદચંદ્ર ડી.નાગર)

સંકલન :

હેમેન્દ્રકુમાર એમ.પારેખ, સ્મિત સી.પારેખ,પોરબંદર

(1:00 pm IST)