Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ગોંડલના જામવાડી પાસે બાઇક સ્લીપ થતા ધીરૂભાઇનું મોતઃ પત્નિ અને પુત્રને ઇજા

પત્ની લાભુબેન અને પુત્ર રોહીતને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ર૧ :. ગોંડલના જામવાડી પાસે બાઇક સ્લીપ થતા દંપતી અને તેના પુત્રને ઇજા થતા રાજકોટ સીવીલ હોસ્પિટલ બાદ પ્રૌઢનું મોત નિપજયુ હતું.

મળતી વિગત મુજબ ગોંડલના ચોરડી ગામમાં રહેતા ધીરૂભાઇ જીવરાજભાઇ વાઘેલા (ઉ.પ૦), પત્ની લાભુબેન (ઉ.વ.૪પ) અને તેનો પુત્ર રોહીત (ઉ.વ.૬) ત્રણેય ગઇકાલે બાઇક પર ગોંડલ જતા હતા ત્યારે જામવાડી પાસે બાઇક સ્લીપ થતા ત્રણેયને ઇજા થતા સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

ત્યાં ધીરૂભાઇ જીવરાજભાઇ વાઘેલાનું સારવાર દરમ્યાન મોત નિપજયુ હતું. આ બનાવ અંગે ગોંડલ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:59 pm IST)