Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

પોરબંદરમાં રાજકીય અગ્રણીઓના ત્રાસથી ખેડૂતના આપઘાતમાં પોલીસ દ્વારા એ.ડી.દાખલ : પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો

પોલીસે સુસાઇડ નોટ કબજે કરીઃ રાજકીય અગ્રણીઓના ત્રાસનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા.ર૧ :  રાજકીય અગ્રણીઓના ત્રાસથી ઝેરી દવા પી લઇને ખેડૂત ઠેબાભાઇ સવદાસભાઇ સીડાના આપઘાતમાં પોલીસે અંતે એ.ડી. દાખલ કરીને તપાસ શરૂ કરી છે. ખેડૂતના આપઘાતમાં પોલીસ ફરિયાદ લેવાતી ન હોય ઠેબાભાઇના પરિવારજનો સરકારી હોસ્પિટલે ઉપવાસ ઉપર બેસી ગયા હતા. આજે સવારે ખેડુતના આપઘાતના બનાવમાં એ.ડી. દાખલ કરતા પરિવારજનોએ  સ્વીકારીને ઉપવાસ છોડી દીધા છે.

છાંયા વિસ્તારમાં ઝેરી દવા પીને આપઘાત કરનાર ખેડુત ઠેબાભાઇ સવદાસભાઇ સીડાને જમીનના ડખ્ખામાં વારંવાર ધમકીનો આપીને અનહદ ત્રાસ ગુજાનારા રાજકીય અગ્રણીયો સહિત સામે પોલીસ ફરીયાદ લેવાતી ન હોય ઠેબાભાઇ પરિવારજનોએએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરીને સરકારી હોસ્પિટલે ઉપવાસ ઉપર બેસી ગયા છે. અને મામલો ગરમાયો હતો.

છાંયા વિસ્તારમાં રહેતા ખેડુત ઠેબાભાઇ સવદાસભાઇ સીડાને રાજકીય અગ્રણીઓ સહિતે ૧૦ લાખ લઇને જમીન ખાલી કરવા વારંવાર ધમકીઓ તથા અનહદ ત્રાસ ગુજારાતા હોય ઠેબાભઇએ કંટાળી જઇને  ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો હતો. જીન્દગી ટુંકાવનાર ઠેબાભાઇએ લખેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી છે. સુસાઇડ નોટમાં પંકજભાઇ  તથા વીક્રમ  નામ દર્શાવેલ છે  જેમાં પંકજભાઇ હાલ શહેર ભાજપમાં અને બીજુ નામ સુસાઇડમાં દર્શાવ્યું છે તે વિક્રમ  રાજકીય અગ્રણી હોવાનું મનાય છે ત્રીજો જીવા જમીન લે-વેચ કરતાની ચર્ચા છે.

આપઘાત કરનાર ઠેબાભાઇને માનસીક ત્રાસ આપનારા રાજકીય અગ્રણીઓ સામે પોલીસ ફરીયાદ લેવાતી  ન હોય ગઇકાલે ઠેબાભાઇના પરિવારજનોએ ઠેબાભાઇની લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા  મામલો ગરમાયો હતો.ઠેબાભાઇના પરિવારજનો સરકારી હોસ્પિટલમાં ઉપવાસ ઉપર બેસી જઇને ઠેબાભાઇને ઉપર ત્રાસ ગુજારનારા સામે પોલીસ ફરીયાદ લેવા માગણી કરી હતી.

(12:58 pm IST)