Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વાંકાનેર પોલીસ સ્ટેશનમાં બિલ્કીશબેન ઓલઆઉટ પી લીધું

પોલીસે નિવેદન માટે બોલાવતા મહિલાએ પગલુ ભર્યુઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ર૧ :.. વાંકાનેરના ચંદ્રપુર ગામમાં રહેતી મહિલાએ સીટી પોલીસ સ્ટેશનમાં ઓલ આઉટ પી લેતા તેને સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

મળતી વિગત મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામમાં રહેતા બિલ્કીશબેન ઇકબાલભાઇ શાહમદાર (ઉ.વ.પર) ને ગઇકાલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે તેણે ઓલ આઉટ પી લેતા તેને સારવાર માટે રાજકોટની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવમાં પતિ ઇકબાલભાઇએ જણાવ્યું હતું કે, પુત્રવધુએ પોલીસમાં અરજી કરેલ હોઇ, તે બાબતે વાંકાનેર સીટી પોલીસે નિવેદન માટે બોલાવતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું જણાવ્યું હતું.

(12:57 pm IST)