Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં ગોરંભાયેલ વાતાવરણ વચ્ચે વરસતા માત્ર ઝાપટા

ર૦ તાલુકામાં હળવો વરસાદ વરસ્યોઃ બફારો યથાવતઃ મેઘરાજા તૂટી પડે તેવી આશા

રાજકોટ, તા., ૨૧:  રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને ગોરંભાયેલ વાતાવરણ વચ્ચે માત્ર ઝાપટા વરસી રહયા છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી ધુપ-છાંવવાળુ વાતાવરણ રહયા બાદ આજે સવારથી ઝરમર વરસાદ સાથે ઝાપટા વરસે છે.

છેલ્લા ર૪ કલાકમાં રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છના ર૦ તાલુકામાં હળવા ઝાપટા વરસ્યા છે. આવા હવામાન વચ્ચે બફારો યથાવત છે અને મેઘરાજા તુટી પડે તેવી સૌ કોઇ આશા રાખી રહયા છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩ર મહતમ, ર૬.૪ લઘુતમ, ૮૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ, ૧ર પ્રતિ કલાક પવનની ગતી રહી હતી.

જુનાગઢ

(વિનુ જોશી) જુનાગઢઃ સોરઠના જુનાગઢ સહીત છ તાલુકામાં આજે સવારે હળવાથી ભારે વરસાદના ઝાપટા વરસતા લોકોમાં ખુશી છવાઇ ગઇ હતી.

જુનાગઢ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી વાતાવરણ જામ્યુ છે પણ મેઘરાજા મન મુકીને વરસતા ન હોવાથી લોકોમાં નિરાશા વ્યાપી ગઇ છે.

દરમ્યાન આજે સવારે ૬ થી ૮ ના બે કલાકમાં જુનાગઢ ખાતે ૧ મીમી, કેશોદમાં ૪ મીમી, મેંદરડા પાંચ મીમી, માંગરોળ ૭ મી.મી.અને માળીયામાં ૬ મીમી, વરસાદ નોંધાયો હતો.

જયારે સવારના ૮ થી ૧૦ દરમ્યાન માત્ર વંથલીમાં ૩ મીમી મેઘ મહેર થઇ હતી.

છેલ્લા ર૪ કલાકમાં આજે સવારના ૧૦ વાગ્યા સુધીમાં પડેલ વરસાદના આંકડા નીચે મુજબ છે.

જુનાગઢ

જુનાગઢ

૧ મી.મી.

કેશોદ

૪ મી. મી.

મેંદરડા

પ મી. મી.

માંગરોળ

૭ મી. મી.

માળીયા હાટીના

૯ મી. મી.

વંથલી

૩ મી. મી.

અમરેલી

અમરેલી

૧ મી. મી.

લીલીયા

૯ મી. મી.

ખાંભા

પ મી. મી.

બગસરા

૩ મી. મી.

બાબરા

૧ મી. મી.

વડીયા

૩ મી. મી.

ભાવનગર

ગારીયાધાર

પ મી. મી.

તળાજા

૬ મી. મી.

ભાવનગર

ર મી. મી.

મહુવા

૯ મી. મી.

પોરબંદર

પોરબંદર

૧ મી. મી.

રાણાવાવ

૧ મી. મી.

સુરેન્દ્રનગર

લીંબડી

૧ મી. મી.

રાજકોટ

રાજકોટ

૧ મી. મી.

(11:58 am IST)