Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મોરબી માળીયા (મી) શ્રાવણીયા જુગારની મોસમ ત્રણ દરોડામાં ૨૦ ઝડપાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા. ૨૧: જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી એ ડીવીઝન પી આઈ બી પી સોનારાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેઈલ રોડ અનુજાતિ વાસમાં જાહેરમાં જુગાર રમતા વિજયભાઈ મોહનભાઈ વાદ્યેલા, રાહુલભાઈ મહેશભાઈ વાણીયા, ચનાભાઈ માવજીભાઈ મકવાણા, સંજયભાઈ મનુભાઈ પરમાર, પારસભાઈ હીરાભાઈ સોલંકી અને કાનજીભાઈ મનજીભાઈ પરમારને રોકડ રકમ રૂ.૧૬૮૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી એ ડીવીઝન પોલીસની આ કામગીરીમાં પી આઈ બી પી સોનારા,એચ એમ પટેલ, જયપાલસિંહ ઝાલા, અરવિંદભાઈ ગડેચા, સિદ્ઘરાજભાઈ લોખીલ અને વૈશાલીબેન સહિતની ટીમે કરેલ છે.

મોરબી નેશનલ હાઇવે રોડ પર આવેલ ટીંબડીના પાટીયા નજીક પાટીદાર ટાઉનશીપ પાસે આવેલ રાધે કોપ્લેક્ષમાં વિશ્વાસ ટ્રેડીંગ નામની ઓફીસમાંથી જુગારધામ ઝડપી પાડી ધોરણસરની મોરબી એલસીબી ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તેમજ ડી વાય એસ પી રાધિકા ભરાઈના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના સંજયભાઈ મૈયડ અને ભગીરથસિંહને બાતમી મળી હતી કે આંનદકુમાર વલ્લભભાઈ પટેલ રહે હાલ મોરબી નવા બસ સ્ટેન્ડ સામે વિશ્વાસ પેલેસ વાળો મોરબી માળીયા ને.હા. રોડ ટીંબડી પાટીયા , પાટીદાર ટાઉનશીપ પાસે રાધે કોપ્લેક્ષમાં આવેલ વિશ્વાસ ટ્રેડીંગ નામની ઓફીસમાં બહારથી માણસો બોલાવી ગેકા.રીતે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરી પાડી તેની અવેજમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉદ્યરાવી જુગારનો અખાડો ચલાવતો હોવાની બાતમી મળતા તે જગ્યાએ રેઇડ પાડતા આરોપીઓ જેમાં આનદકુમાર વલ્લભભાઇ ભોરણીયા, પ્રકાશભાઇ પ્રવિણભાઈ ભોરણીયા ,જયદિપભાઇ જગદીશભાઇ ભોરણીયા ,સાવનભાઇ કાનજીભાઈ અદ્યારા,અભીભાઇ ભરતભાઇ કૈલા , વિવેકભાઈ મનસુખભાઇ સંતોકી , અક્ષયગીરી પ્રવિણગીરી ગૌસ્વામી,મોહીદીન અબ્બાસભાઇ બ્લોય ને રોકડ રૂપીયા રૂ .૯૫,૫૦૦, તથા મોબાઇલ ફોન નંગ -૬ કિ.રૂ .૬૦,૦૦, તથા ફોર વ્હીલ કાર -૨ કિ.રૂ .૨,૫૦,૦૦૦ મળી કુલ રૂ .૪,૦૫,૫૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં એલસીબી પી આઈ વી.બી.જાડેજા,. સંજયભાઇ મૈયડ, ભગીરથસિંહ ઝાલા, દિલીપભાઇ ચૌધરી , વિક્રમસિંહ બોરાણા , જયવંતસિંહ ગોહીલ , દશરથસિંહ ચાવડા , ભગીરથસિંહ ઝાલા , ભરતભાઇ મિયાત્રા , સતીષભાઇ કાંજીયા વિગેરેએ કામગીરી કરી હતી.

મોરબી તાલુકાના રામગઢ – કોયલી ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત ઇસમોને પકડી પાડી મોરબી તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પોલીસ મથકના પી આઈ એમ આર ગોઢાંણીયાની સુચનાથી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના હરેશભાઈ આગળ અને દિવ્યરાજસિંહ જાડેજાને બાતમી મળેલ મોરબીના રામગઢ-કોયલી ગામે રાજુભાઈ ભીમાણીના રહેણાંક મકાનમાં જુગાત રમાતો હોવાની બાતમીના આધારે પી એસ આઈ વી જી જેઠવા સહિતની ટીમે દરોડો પાડી ત્યાં જુગાર રમતા રાજુભાઈ ભુરાભાઈ ભીમાણી, ખીમજીભાઈ ભગવાનભાઈ રાણીપા, કિરીટભાઈ જાદવજીભાઈ ફેફર, ગોવિંદભાઈ હરજીભાઈ પનારા, નિતેશભાઈ રામજીભાઈ કાસુન્દ્રા, કેતનભાઈ સવજીભાઈ રાણીપા અને ભોજાભાઈ ડાયાભાઇ પનારાને રકડ રકમ રૂ.૮૨,૯૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની આ કામગીરીમાં પી એસ આઈ વી જી જેઠવા, સુરેશભાઈ હુંબલ, જયસુખભાઈ વસીયાણી, હરેશભાઈ આગ;, યોગીરાજસિંહ જાડેજા, જયેશભાઈ ચાવડા, ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, રવિરાજસિંહ ઝાલા સહિતની ટીમે કરેલ હતી.

(11:58 am IST)