Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ચોકલેટ, કેડબરીના શણગાર

વાંકાનેર : બોટાદ જિલ્લાના જગ વિખ્યાત અને સૌનું આસ્થાનું પ્રતિક એવા સાળંગપુરધામમાં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર ખાતે 'શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદેવ મંદિર , સાળંગપુર આયોજિત આજે શ્રાવણમાસ ના પાવન પુણ્યશાળી દિવ્ય અવસરે શનિવારના રોજ દાદાને 'વિધ વિધ જાતની ચોકલેટ , કેટબરી ના શણગાર દર્શન' રાખેલ છે આજે સવારે મંગળા આરતી ૫:૩૦ કલાકે સ્વામીશ્રી ડી.કે.સ્વામીજીએ આરતી ઉતારેલ હતી તેમજ સવારે ૭:૦૦ કલાકે 'શણગાર આરતી' પૂજય કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીજીએ ઉતારેલ હતી તેમજ સવારે ૧૧:૩૦ 'શણગાર આરતી' પરમ પૂજય શાસ્ત્રીશ્રી હરીપ્રકાશદાસજી સ્વામીજી આરતી ઉતારશે 'અન્નકોટ દર્શન' સવારે ૧૧:૩૦ થી બપોરના ૪:૦૦ વાગ્યાં સુધી રહેશે. આવતીકાલે રક્ષાબંધન ના રવિવાર ના રોજ તા , ૨૨ મીના 'નાળિયેરી ના પાન તેમજ વિધ વિધ જાતની રાખડી ના દિવ્ય ભવ્ય શણગાર દર્શન' રાખેલ છે આજે શનિવાર હોય અને દાદા ને દિવ્ય ભવ્ય શણગાર દર્શન હોય દૂર દૂર થી દાદા ના ભકતજનો સાળંગપુરધામ પહોંચી ગયા છે. હજારો ભાવિકોએ આજે સવારે દાદા ની મંગળા આરતી , શણગાર દર્શન આરતી નો લાભ લીધેલ હતો તેમજ આવતીકાલે રક્ષાબંધન , પૂનમના રોજ દાદાના દરબાર માં હજારો ભાવિકો દાદાના દર્શનનો , આરતી નો લાભ પ્રતિ વર્ષ લ્યે છે તેમજ દાદા ના દરબારમાં મહાપ્રસાદ લઈ ધન્ય થાય છે દરેક ઉત્સવોનો ઓનલાઇન માં પણ દેસ , વિદેશ માં વસતા દાદા ના ભકતજનો લાભ લ્યે છે જે ONLY ON >YOU TUBE >SALGPUR HANUMANJI માં કાયમ આવે જ છે જે યાદી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામથી સ્વામીશ્રી ડી.કે.સ્વામિજીની યાદીમાં જણાવાયું છે.

(11:55 am IST)