Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ભેજાબાજ બુટલેગરોએ તળાવમાં સંઘરેલો દારૂ પોલીસે ડૂબકી મારી શોધી કાઢ્યો

હળવદ પોલીસે બુટલેગરોનો કીમિયો નાકામિયાબ કરી ૨૦૮ બોટલ કબ્જે કરી ત્રણને દબોચ્યા

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૧: દારૂના ધંધાર્થીઓ પોલીસની નજરથી બચવા જાત જાતના કિમીયા કરતા હોય છે ત્યારે આવો જ નવતર કીમિયો હળવદ પોલીસે ઝડપી લઈ જુના દેવળીયા ગામના તળાવમાંથી ડૂબકા મારી ૨૦૮ બોટલ દારૂ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે રૂ.૭૨,૯૦૦ના મુદ્દામાલ કબજે કરી દારૂનો જથ્થો આપી જનાર વ્યકિતનું નામ ખોલી કુલ ચાર વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

હળવદ પી.આઈ પી.એ દેકાવાડીયાએ સર્વેલન્સ સ્કવોડના પોલીસ જવાનોને દારૂ જુગારની બદી ડામવા સૂચના આપતા પોલીસ ટીમના ઓ દ્વારા ખાનગી રાહે તપાસ કરતા જુના દેવળીયા ગામના ડોકામૈયડી તળાવમાં ગળાડૂબ પાણીમાં દારૂની બોટલો સંતાડવામાં આવી હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી. જેથી પોલીસ જવાનો દ્વારા તળાવના પાણીમાં તપાસ કરાતા કુલ ૨૦૮ બોટલ ઈંગ્લીશ દારૂની મળી આવી હતી.

ભેજાબાજ બુટલેગરના કરતૂત પકડી પાડી પોલીસ દ્વારા આરોપી રાજેશભાઈ કિશોરભાઈ દેગામા રહે મોતીપુરા જુનાદેવળીયા, મહેશભાઈ માવજીભાઈ સોલગામાં રહે જુનાદેવળીયા અને પ્રવીણભાઈ મનજીભાઈ ભીમાણી રહે જુનાદેવળીયા સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી ઝડપાયેલ દારૂ સાથે હળવદ પોલીસ મથકે લઇ આવી પૂછપરછ કરાતા આ દારૂ રાધે રહે. જેતપુર વાળો આપી ગયો હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસ ચારેય વિરુદ્ઘ ગુનો નોંધવામાં આવ્યો છે.

હાલ પોલીસ દ્વારા ૨૦૮ બોટલ દારૂ કિંમત રૂપિયા ૬૨૪૦૦દ્બદ્મક્ન ૩ મોબાઇલ કિંમત રૂપિયા ૧૦૫૦૦ મળી કુલ રૂ.૭૨,૯૦૦દ્ગટ મુદ્દામાલ કબજે લઇ દારૂ આપી જનારા શખ્સને ઝડપી લેવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે

ઉલ્લેખનીય છે કે, પોલીસે દેવળીયાથી દારૂની રેડ કર્યા બાદ ઝડપાયેલા ત્રણેય શખ્સોને હળવદ પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા જોકે જુના પોલીસ મથકે પોલીસ ઝડપાયેલ દારૂનો જથ્થો ઉતારી રહી હતી તે વેળાએ આરોપી બુટલેગર રાજેશ ભાગ્યો હતો. જોકે પોલીસે અડધો કલાકની દોડધામ કર્યા બાદ આખરે આરોપીને શંકરપરા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો.

(11:54 am IST)