Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

કચ્છમાં એક જ દિવસમાં ૬ યુવાઓએ જીવ દીધો

ધો. ૧૨માં ભણતી વિદ્યાર્થીની સહિત ૩ યુવતી અને ૩ યુવાનોના જુદી-જુદી જગ્યાએ આપઘાત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : નાની વયે બનતા આપઘાતના બનાવોએ કચ્છમાં ચિંતા સર્જી છે. એક જ દિવસમાં ૬ યુવા જિંદગીઓ આપઘાતના બનાવોમાં હોમાઈ ગઈ. ધો.૧૨ માં ભણતી માંડવીની ૧૭ વર્ષની સગીર વિદ્યાર્થિની અંજલિ કમલેશ કપ્ટા એ ઘેર પંખામાં લટકી ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો.

જયારે અંજાર તા.ના બુઢારમોરા ગામે ૧૮ વર્ષીય રાજેશ્વરી પ્રેમજી પરમારે અગમ્ય કારણોસર ઘેર ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. ભુજ તા.ના માનકુવા ગામે રહેતી ૨૧ વર્ષીય યુવતી પ્રિયા રતિલાલ રાઠોડે અગમ્ય કારણોસર ઘેર ફાંસો ખાઈ જીવ દીધો હતો. અન્ય ત્રણ બનાવોમાં લખપતના ઘડુલી ગામે ૨૧ વર્ષીય કમલેશ પ્રેમજી કોલી નામના બે સંતાનોના પિતાએ ગામની સીમમાં ઝાડ પર ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો.

નખત્રાણા તા.ના લીફરી ગામે ૨૬ વર્ષીય યુવાન મનજી નારણ સોધમે પોતાને ઘેર ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. માંડવી તા.ના શિરવા ગામે ૩૪ વર્ષીય યુવાન આદમ ઇશાક શિરુએ પોતાને ઘેર ઝેરી દવા પી જીવ દીધો હતો. અલગ અલગ ૬ બનાવોમાં પોલીસે તપાસ શરૂ કરી છે.

(11:53 am IST)