Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

વઢવાણમાં શેરી ગલીઓમાં તાજીયા સાથે જુલ્ફીકાર ફર્યા

સુરેન્દ્રનગરમાં છરી વાગતા યુવકને ઇજાઃ તાર પડતા એકનું મોત

વઢવાણ,તો ૨૧: સુરેન્દ્રનગર વઢવાણ અને આજુબાજુના ગામોમાં કોમી એખલાસ ભર્યા માહોલ વચ્ચે કોરોનાવાયરસ ને ધ્યાનમાં લઇ અને સરકાર શ્રી ના આદેશ પ્રમાણે મુસ્લિમ ધર્મના પવિત્ર અવસર ગણાતો આ તાજીયા નો તહેવાર મોહરમ સંપૂર્ણ રીતે સાદગીપૂર્ણ રીતે ઉજવવામાં આવ્યો હતો ત્યારે વઢવાણ માં મુસ્લિમ વિસ્તારમાં આવેલા ચોરા પાસે તાજીયા માતમ માટે રાખવામાં આવેલ હતા જયાં સોશિયલ ડિસ્ટન્સ સાથે હિન્દુ મુસ્લિમ સાથે મળી અને કોમી એકતાના માહોલ વચ્ચે તાજિયાની ઉજવણી કરવામાં આવેલ હતી સુરેન્દ્રનગર શહેરમાં નૂરમહંમદ સોસાયટી હાઉ સિંગ બોર્ડમાં પાગલ બાપુની દરગાહ ખાતે તાજીયા માતમ રખાયા હતા.

સુરેન્દ્રનગરના અજરામર ટાવર ચોક વિસ્તારમાં હાજીપીરે તરીકત યુસુફ મિયા બાપુ દવારા જિલ્લા પોલીસ સ્ટાફ તથા સુરેન્દ્રનગર તાજિયા કમિટી ઓનો આભાર વ્યકત કરવામાં આવ્યો અને સાંજના સમયે મોહરમ ની તાજિયાની પૂર્ણાહુતિ કરવામાં આવી કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી પીરે તરીકત હાજી યુસુફ મીયા બાપુ સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઇ વી વી ત્રિવેદી સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને તાજિયા કમિટીના મેમ્બરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

વઢવાણમાં જે વર્ષોથી ઝુલુસ નીકળે છે ઝુલ્ફીકાર નીકળે છે તે નીકળ્યા હતા કોરોના ની ગાઇડ લાઇનનો પાલન કરી વ્યવસ્થિત રીતે સમગ્ર વઢવાણ પંથકમાં ઝુલ્ફીકાર પણ ફર્યા હતા અને લોકોએ તેના સલામ પણ કર્યા હતા.

ત્યારે સુરેન્દ્રનગર પંથકમાં તાજીયા દરમ્યાન નૂરે મોહમ્મદ સોસાયટી માં યુવકને છરી વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો પરંતુ તેને તાત્કાલિક સારવાર આપવામાં આવતા તેની તબિયત હાલમાં સ્થિર છે ટાવર ચોક વિસ્તાર પાસે આવેલી પોસ્ટ ઓફિસ પાછળના વિસ્તારમાં તાજીયા કાઢતા સમયે વરસાદી વાતાવરણ વચ્ચે લટકતા તારે છ લોકોને શોર્ટ આવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. આ મામલે સુરેન્દ્રનગર મુસ્લિમ બિરાદરો માં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી. 

(11:51 am IST)