Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ગાંધીધામનું આ ઘર ફૂલોનું નહીં 'બિલાડીઓનું ગાર્ડન' : એક નહીં પણ ૨૦૦ બિલાડી પાળી છે

રવિવારે મુલાકાતીઓ માટે આ કેટ ગાર્ડન ખુલ્લુ મુકવામાં આવે છે અને જેમાં મુલાકાતીઓ બિલાડીનાં ખોરાક માટે પોતાનો યથાશકિત ફાળો આપી શકે છે જે મરજિયાત છે

નવી દિલ્હી,તા. ૨૧: કચ્છના ગાંધીધામનો વૈભવ અનોખો છે. એવા જ અનોખા છે આ શહેરમાં રહેતાં રહેતા ઉપેન્દ્રભાઈ ગોસ્વામી કે જેઓ વ્યવસાયે કસ્ટમ હાઉસ એજન્ટ છે. તેઓએ પોતાના ઘરે ૨૦૦ જેટલી બિલાડીઓ તેમજ ૬ શ્વાન પાળ્યા છે. તેમના ઘરમાં ફૂલોનું નહીં પરંતુ બિલાડીઓનું ગાર્ડન છે.  આમ તો વર્ષ ૨૦૧૫થી જ ઉપેન્દ્રભાઈ ગોસ્વામીએ બિલાડીઓ પાળવાનું શરુ કર્યું હતું ધીમે ધીમે બિલાડીની સંખ્યા વધતા ૨૦૧૭માં તેમને પોતાના ઘરની બાજુમાં જ ૫૦૦ ચોરસ યાર્ડના પ્લોટમાં બિલાડીઓ માટે કેટ ગાર્ડન બનાવ્યું હતું.

વર્ષ ૨૦૧૨ માં એક બિલાડી તેમના ઘરે આવી અને તેની પ્રવૃત્ત્િ।ઓએ તેમને અને સમગ્ર પરિવારને ખાતરી આપી કે આ તેમની સ્વર્ગસ્થ બહેન છે જે તેમની પાસે બિલાડીના સ્વરૂપમાં પાછી આવી હતી.ઉપેન્દ્રભાઈ ગોસ્વામી માને છે કે તેની મોટી બહેન મીનાક્ષી, જે વર્ષ ૧૯૯૦ના અંતમાં ૧૮ વર્ષની વયે મૃત્યુ પામી હતી અને બિલાડીઓને પ્રેમ કરતી હતી, તે પરિવારમાં પરત આવી છે.

આજે તેમના ઘરમાં ૨૦૦ બિલાડીની સાથે ૬ જેટલા કૂતરાઓ પણ અહીં બગીચામાં હળીમળીને રહે છે. બિલાડીના વંશને જાળવવા માટે, તેણે બિલાડીઓને ખેલકૂદ માટે પોતાના ઘરની બાજુમાં અલગ પ્લોટ ખરીદીને તેમાં બગીચો શરૂ કર્યો અને ત્યારથી ઉપેન્દ્રભાઈ ગોસ્વામી વર્ષ ૨૦૧૭થી ૨૦૦ બિલાડીઓની દેખરેખ રાખી રહ્યા છે.ઉપરાંત આ ૨૦૦ બિલાડીની સાથે ૬ જેટલા શ્વાન પણ અહીં બગીચામાં હળીમળીને રહે છે.

છેલ્લાં ૩ વર્ષથી અહીં અનેક બિલાડીઓ વસવાટ કરી રહી છે અને હાલમાં ૨૦૦ કરતા પણ વધારે બિલાડીઓ અહીં છે ઉપરાંત કેટલીક બિલાડીઓ મૃત્યુ પણ પામી છે. મૃત્યુ પામેલ બિલાડીઓ માટે સમાધિ સ્થળ પણ બનાવવામાં આવ્યું છે.૨૦૦ બિલાડીઓ પૈકી ઉપેન્દ્રભાઈ ગોસ્વામી પાસે ૨૮ જેટલી Persian જાતિની બિલાડીઓ છે જયારે અન્ય ઇન્ડિયન બ્રીડની બિલાડીઓ છે.

ઉપેન્દ્ર ગોસ્વામી અને તેમની પત્ની પૂજા ગોસ્વામી દરરોજ તેમની ૨૦૦ બિલાડીઓનું ધ્યાન રાખે છે. ઉપેન્દ્રભાઈ ગોસ્વામીના પત્ની પૂજા એક શાળામાં આચાર્ય છે તેમને જણાવ્યું હતું કે, બિલાડીઓને ખવડાવવા માટે સવારે ૫ વાગ્યે ઉઠવું પડે છે અને બપોરે ૧.૩૦ વાગ્યે ઘરે પરત ફર્યા બાદ પણ તેમના ખોરાક, તેમના સ્વાસ્થ્ય અને દરેક વસ્તુનું ધ્યાન રાખવું પડે છે.આ ઉપરાંત આ દંપતી દ્વારા દર મહિને ૧.૫ લાખ રૂપિયાનો ખર્ચ બિલાડીની દેખરેખ પાછળ કરવામાં આવી રહ્યું છે.

ઉપરાંત બિલાડીની તમામ તબીબી જરૂરિયાતો માટે તથા નિષ્ણાતોની સલાહ માટે અમદાવાદ પણ લઈ જવામાં આવે છે. ઉપેન્દ્રભાઈ ગોસ્વામી દ્વારા દર રવિવારે મુલાકાતીઓ માટે આ કેટ ગાર્ડન ખુલ્લું મૂકવામાં આવે છે અને જેમાં મુલાકાતીઓ બિલાડીનાં ખોરાક માટે પોતાનું યથાશકિત ફાળો આપી શકે છે જે મરજિયાત છે.

બિલાડીઓ માટે ૧૬ જેટલા ઉભવા અને બેસવા માટેના પોઇન્ટ બનાવવામાં આવ્યા છે ઉપરાંત ૬ જેટલા પલંગ બનાવવામાં આવ્યા છે. ૧૨ જેટલા પ્રસૂતિ ગૃહ બનાવવામાં આવ્યા છે. બિલાડીઓ માટે ૨ એર કન્ડીશનર તથા ૭ પંખાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.

(10:13 am IST)