Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

ધોરાજીમાં જન આશીર્વાદ રેલીનું ભવ્ય સ્વાગત કરાયું

મોદી સરકારે તમામ જ્ઞાતિ-જાતિ સમુદાયને માતુ આપી કેન્દ્ર સરકારમાં 11 મહિલા 14 કે યુવાનોને મંત્રીમંડળમાં સ્થાન અપાવ્યું : 75 વર્ષ એટલે અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે દેશના ચાર કરોડ ગરીબ પરિવારોને ઘરનું ઘર મળશે તેનો લક્ષ્યાંક આગામી એક વર્ષમાં પૂર્ણ થઇ જશે અત્યારે અઢી કરોડ ગરીબ પરિવારોને ઘરનું ઘર થઈ ગયું છે:મનસુખભાઈ માંડવીયા

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી ખાતે કેન્દ્રીય મિનિસ્ટર મનસુખભાઈ માંડવીયા ની જન આશીર્વાદ યાત્રા આવી પહોંચતા સરદાર ચોક ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાદ સરદારની પ્રતિમાને ફુલહાર કરી ધોરાજી જૂનાગઢ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર અક્ષર હોલમાં ધોરાજીના વિવિધ સમાજના આગેવાનો ડોક્ટરો વકીલો ગરીબ પરિવારો બક્ષીપંચ સમાજના આગેવાનો વગેરે સાથે વિચાર ગોષ્ઠિ સાથે સભા યોજાઈ હતી
  આ પ્રસંગે ધોરાજીની જનતાને ભારત સરકારના કેબિનેટ આરોગ્ય પરિવાર કલ્યાણ રાસાયણિક ખાતર મંત્રી મનસુખભાઈ માંડવીયા પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે આજે હું ધોરાજી ને આંગણે આવ્યો છું પરંતુ આપ સૌના ચહેરા જોઈ ને હું ઓળખું છું આપ સૌની સાથે છેલ્લા દસ વર્ષથી મારે ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં નાતો હતો અને તેના કારણે આપણે સૌ અહીં મળતા હતા જે અંગે સૌનો આભાર માન્યો હતો અને મોદી સરકારની વાત કરતા મનસુખભાઈ માંડવીયા કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર એટલે જ્ઞાતી જાતી સમુદાય ને તમામ સમાજને ન્યાય આપતી ભારતીય જનતા પાર્ટી છે કેન્દ્રની અંદર 11 મહિલા અને મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે તેમજ 14 યુવાનોને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યુ છે તમામ અલગ-અલગ જ્ઞાતિઓ સમાજો અને સમુદાય ધરાવતા લોકોને નરેન્દ્રભાઇ મોદીએ સ્થાન અપાવ્યું છે
ખેડૂતોની વાત કરતા જણાવેલ કે અગાઉ ખેડૂતો ખેતીમાં ધિરાણલેતા હતા ત્યારે ૧૮ ટકા વ્યાજ ચક્કરમાં હતા આવા સમયમાં ચાર-પાંચ વર્ષ લોન ના ભરી હોય તો એ ડબલ થઈ જાય અને પછી દેવા નાબૂદ કરવા બાબતે સરકાર માં લડાઈ ચાલતી હતી પરંતુ  મોદીની સરકાર જ્યારથી આવી છે ત્યારથી ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપી રહ્યું છે એટલું જ નહીં નાના ખેડૂત અને ગરીબ એવા પરિવારો છે તેમને 2000 રૂપિયા દર ત્રણ મહિને કોઈપણ જાતના વચેટિયા વગર તેમના સીધા જ ખાતામાં જમા થઈ જાય છે જે બાબતે ધોરાજીની જનતાને પ્રશ્ન પૂછ્યો કે ધોરાજીમાં ખેડૂતોના ખાતામાં પૈસા જમા થઈ જાય છે અને સીધા જ જન સમુદાય માંથી હાથ ઊંચા કરીને હા પાડી હતી કે સીધા ખાતામાં જમા થઈ જાય છે આ બાબતે મનસુખભાઈ માંડવીયા અનેક સરકારની યોજનાકીય વાત કરી હતી જેમાં જનતાના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે તે અંગે વિશેષ માં જણાવેલ કે પ્રજાનો જનતાનો ટેક્ષ  આવે છે તે પ્રજા સુધી ખરા અર્થમાં પહોંચે  છે તે પ્રકારનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં કરી રહી છે હાલમાં ચૂંટણી નથી છતાં પણ જન આશીર્વાદ યાત્રા નીકળી છે એટલે મારી આપ સૌને કહેવાનું છે કે ખરા અર્થમાં તમારા સૌના આશીર્વાદથી સરકાર ચાલી રહી છે અને જનતાની વચ્ચે જઈ રહ્યા છીએ એનો અર્થ એ થાય છે કે આપના માધ્યમની આ સરકાર બની છે અને આપ જ સરકાર નું સંચાલન કરો છો એ ભાવ બતાવવા માટે આશીર્વાદ યાત્રા ગામેગામ નીકળી છે
લોકશાહીમાં જનપ્રતિનિધિ થાય અને પાયાના સિદ્ધાંતોને સાથે રાખી લોકશાહીમાં લોકો ની વચ્ચે રહેવા બાબતે  આપની વચ્ચે આવ્યા છીએ અમે કોઈના વિરોધી નથી વિરોધ પક્ષ ભલે અમારો વિરોધ કરે પણ અમે તોએનો વિરોધી નથી કરતા રાજકારણની અંદર વિરોધ કરવાનો દરેક ને હક છે પરંતુ અમારી આ વિકાસયાત્રા જન-જન સુધી પહોંચે તે અમારો ઉદેશ છે દેશના ગરીબ વ્યક્તિઓને સરકારમાં અમોએ મોટું સ્થાન આપ્યું છે એ પ્રકારે દરેક જ્ઞાતિના લોકોને ઘરનું ઘર મળી રહે માત્ર ચોક્કસ સમાજના લોકો કે ચોક્કસ જ્ઞાતિના લોકોને નહીં ભારતના કોઈ પણ ગરીબ પરિવાર હોય ગમે તે જ્ઞાતિ નો હોય પરંતુ તેમને ઘરનું ઘર મળે તે માટે નરેન્દ્ર ભાઇ મોદીએ ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે અમૃત મહોત્સવ ના એક વર્ષ બાકી છે ત્યારે દેશમાં અઢી કરોડ ગરીબ પરિવારોને ઘરના ઘર મળી ચૂક્યા છે અને ચાર કરોડ લોકોને ઘરના ઘર આપવાનું અમારું લક્ષ્ય છે તે આવનારા દિવસોમાં પૂરું થઈ જશે
શૌચાલય ની વાત કરતા જણાવેલ કે દેશની બહેન દીકરીઓ ને ઈજ્જત જળવાઈ રહે સ્વમાન જળવાઈ રહે તે હેતુથી આ દેશના શૌચાલય વિહોણા પરિવારને ત્યાં કેન્દ્ર સરકારે શૌચાલય બનાવી દીધા છે તેવા 10 કરોડ પરિવારને ત્યાં શૌચાલય બનાવી દીધા છે એક પણ ઘર એવું ના રહે કે જ્યાં એમની પાસે શૌચાલય ન હોય
એટલું જ નહીં શહેરી જનો ના ઘરે ગેસના સ્ટવ હતા પરંતુ ગરીબ ગામડામાં રહેતા પરિવારને ત્યાં ગેસના ચૂલા ના હતા તો ગામડા શહેર જીલ્લાની અંદર રસોઈ કરતી મહિલાઓને મોદી સરકારે એ પણ કીધું કે મારે આ દેશના ગામડાની ગરીબ મહિલાઓને ગેસના ચૂલા પણ મળી રહે અને દુવાડા માંથી  મુક્તિ મળે એ માટે ૩૦ કરોડ ગરીબ પરિવારોને ગેસના ચૂલા ભારત સરકારે આપ્યા છે આ પ્રકારે આ દેશની અંદર કોઈપણ જાતના વાદ વિવાદ વગર ગરીબ પરિવારોને ખરા અર્થમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે લઈને અમે આ જન આશીર્વાદ યાત્રા સાથે આપ સૌના આશીર્વાદ લેવા માટે ધોરાજી સહિત ગુજરાતના વિવિધ શહેરો માં પ્રવાસે નીકળ્યા પછી કોઈ રાજકીય ઉદ્દેશ નથી માત્રને માત્ર જનતાના આશીર્વાદ લેવા નો ઉદ્દેશ છે એ ભાવનાથી અમારી આ યાત્રા નીકળી છે આ સાથે સરકારની વિવિધ યોજનાની વાત કરી હતી અને ધોરાજીની જનતાનો આભાર માન્યો હતો
આ સમયે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી વિગેરે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા
ધોરાજી ખાતે સભા માં રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક ગુજરાત બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ ઉદયભાઇ કાનગડ પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ તેમજ જિલ્લા ભાજપના પ્રમુખ રાજકોટ જિલ્લા ભાજપના પ્રભારીતેમજ રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ  મનસુખભાઈ ખાચરીયા જીલ્લા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા જીલ્લા મહામંત્રી મનસુખભાઈ રામાણી જીલ્લા મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ હરેશભાઇ હેરમાં જિલ્લા મહામંત્રી કિશોરભાઈ રાઠોડ નવીન પરી ગોસ્વામી પૂર્વ સાંસદ હરિભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માંકડીયા રાજકોટ જિલ્લા મીડિયા સેલના નિર્મલભાઇ રાજકોટ જિલ્લા અનુ જાતિ મોરચાના પ્રમુખ મનોજભાઈ રાઠોડ તેમજ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
આ સાથે ધોરાજી શહેર ભાજપના તેમજ રાજકોટ જિલ્લા ભાજપના પ્રદેશ ભાજપના આગેવાનો તેમજ ધોરાજી શહેરના વિવિધ વેપારી એસોસીએશન ડોક્ટર સેલ તેમજ બક્ષીપંચ મોરચો તેમજ વિવિધ મોરચાના આગેવાનો અને ધોરાજી શહેરના પ્રબુદ્ધ નાગરિકો વિવિધ જ્ઞાતિઓના પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(7:55 pm IST)