Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો : રિક્ટર સ્કેલ પર 2.8ની નોંધાઈ તીવ્રતા: લોકોમાં ફફડાટ

ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 16 કિલોમીટર દૂર નોંધાયું

કચ્છમાં ફરીએકવાર ભૂકંપના આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપ્યો છે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 2.8 માપવામાં આવી હતી. જો કે, ભૂકંપને પગલે કોઈ નુકસાની થઈ હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ દૂધઈથી 16 કિલોમીટર દૂર નોંધાયું હતું.

(11:35 pm IST)