Gujarati News

Gujarati News

News of Tuesday, 21st June 2022

ગુજરાતની ભાજપ સરકાર દૂારા શિક્ષણ ક્ષેત્રે કચ્છ અને કચ્છના વિધાર્થીઓનું અપમાન કરાયું હોવાનો કચ્છ કોંગ્રેસનો આક્ષેપ

કચ્છ યુનિવર્સીટીના પદવીદાન સમારોહમાં મહામહિમ રાજયપાલ અને મંત્રીએ પોતાનો કાર્યક્રમ રદ કરતાં ફરીથી કર્યું કચ્છનું અપમાન, સરકાર દારા શિક્ષણ ક્ષેત્રે થતી કચ્છની અવગણનાને કચછ ભાજપના નેતાઓ મુક પ્રેક્ષક બની જોઈ રહયા છે

ભુજ : આવતીકાલના વિધાર્થીઓ માટેનો મહત્વનો પર્વ કહી શકાય તેવો ક્ચ્છ યુનિવર્સીટીનો પદવીદાન સમારોહ યોજાઈ રહયો છે . જેની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચુકી છે . જેમાં ગુજરાતના મહામહિમ રાજ્યપાલશ્રી અને રાજય કક્ષાના શિક્ષણમંત્રી ને આવકારવા તમામ પ્રક્રિયાને આખરી ઓપ અપાઈ ગયા પછી અચાનક જાણે ગુજરાત સરકારને કચ્છના શિક્ષણમાં કે કચ્છના વિધાર્થીઓમાં કોઈ રસ નહોય તેમ રાજ્યપાલ અને મંત્રીએ પદવીદાન સમારોહમાં આવવાની ના પાડી દેતાં ફરીથી સરકારનો કચ્છના શિક્ષણ પ્રત્યેનું ઓરમાયું વર્તન સામે આવ્યું છે . તેવો આક્ષેપ કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને કચ્છ યુનિવર્સીટીના પુર્વ સેનેટ મેમ્બર દિપક ડાંગરે કર્યો હતો.
  દિપક ડાંગરે જણાવ્યું કે અગાઉ રાજયના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી ના પાડી હતી ત્યારબાદ અચાનક આજે રાજ્યપાલશ્રી અને મંત્રીએ આવવાની ના પાડતાં સરકારનો ઈરાદો સ્પષ્ટ થાય છે કે કચ્છના કંપનીઓ પાસેથી હપ્તા લેવા હોય કે મોટા કૌભાંડ કરવા હોય ત્યારે ભ્રષ્ટાચાર આદરવા માટે તમામ મંત્રી મંડળ કચ્છમાં પડયો પાથરયો રહે છે . પણ કચ્છના વિધાર્થીઓના વિકાસમાં આ સરકારને કોઈ જ રસ નથી તથા નવાઈની વાત તો એ છે કે કાયમ સરકારની વાહવાહીમાં રચ્યા પચ્યા રહેતા કચ્છ ભાજપના નેતાઓને કચ્છના શિક્ષણનું અહિત દેખાતું નથી કે પછી તેઓ માત્ર તાળી પાડી સરકારની ગુલામી કરવામાં જ ટેવાયેલ છે આવા નેતાઓને કચ્છના હિતની અને વિકાસની વાત કરવાનો કોઈ જ હક્ક નથી .
  ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો . મનિષ દોશીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આટલા વર્ષોમાં કોઈ કારણ વગર અચાનક કયારેય પદવીદાન સમારોહમાં ફેરફાર થયો નથી પણ આ પરથી લાગી રહયું છે કે ભાજપ સરકારને કચ્છની જમીનો અને કંપનીઓમાં જ રસ છે એટલે જ કચ્છના પ્રાથમિક શિક્ષણથી લઈ ઉચ્ચ શિક્ષણની હાલત કફોડી બનતી જાય છે . જેનો ભોગ ના વિધાર્થીઓ બની રહે છે . જેવું કચ્છ જીલ્લા કોંગ્રેસના પ્રવક્તા અને કચ્છ યુનિવર્સીટીના પુર્વ સેનેટ મેમ્બર દિપક ડાંગરની યાદીમાં જણાવ્યું છે.

(8:00 pm IST)